Jamnagar Crime : જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર છમાં રહેતા જીલ ભરતભાઈ બારાઈ નામના 25 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના કડા તેમજ છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખવા અંગે યુવરાજસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, તથા ઋતુરાજ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર એક આરોપીના બહેન કે જેણે ગણપતિ મહોત્સવના સમય દરમિયાન ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જે બાબતે જિલ બારાઈ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી, જે કોમેન્ટ પસંદ પડી ન હોવાથી આરોપીઓએ ઉસ્કેરાઈ જઈ લોખંડના કડા અને છરી વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ઇજાગ્રસ્ત યુવાન હાલ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.