Jamnagar Liquor Case : જામનગરમાં ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સાગર વિજયભાઈ ચાચાપરા નામના શખ્સના રહેણાંક મકાનમાં બહારથી આયાત કરીને ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે દોડી જઈ ગઈ રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમ્યાન રહેણાંક મકાનમાંથી જુદી-જુદી બ્રાન્ડનની 95 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા એક લાખથી વધુની કિંમતનો ઇંગલિશ દારૂ કબજે કરી લીધો છે, અને આરોપી સાગર વિજયભાઈ ચાચાપરાની અટકાયત કરી લઇ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામના ભગત રાણાભાઇ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું સામે આવતાં તેને ફરાર જાહેર કરાયો છે.