![]()
Vadodara Theft Case : વડોદરાના તરસાલીમાં ITIની બાજુમાં વિશાલ નગરમાં રહેતા જીતેન્દ્ર રમેશભાઈ વાણી સેલ્સમેન તરીકે નોકરી કરે છે તેમના નાના ભાઈ સંદીપ રાણી રહે રાધે રેસીડેન્સી મકરપુરા એરપોર્ટ પાછળનો દીકરો બીમાર હોવાથી તેઓ પત્ની સાથે ભાઈના ઘરે મકાન અને તાળું મારીને ગયા હતા. અને ઉપરના માળે રહેતા પરિવારને મકાનની નજર રાખવાનું કહ્યું હતું. રાત્રિ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી લોખંડની જાળીનું નોકુચો તોડી ચોર ટોળકી ઘરમાં ઘૂસી સોનાના અંદાજે 9 તોલા વજનના દાગીના તેમજ રોકડા 1.06 લાખ અને પોસ્ટ ઓફિસ અને બેંકની એફડીના સર્ટિફિકેટ લઈ ગઈ હતી.










