Indian Origin Man Charged For Killing Molestation Offender: અમેરિકામાં એક ભારતીય મૂળના વ્યક્તિએ એક યૌન શોષણના ગુનેગારની ચાકુ મારી હત્યા કરી છે. કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં 29 વર્ષીય વરુણ સુરેશે 71 વર્ષીય જાતિય ગુનાના ગુનેગાર ડેવિડ બ્રિમરની હત્યા કરી છે. પોલીસે આ હુમલાને ટાર્ગેટેડ ગણાવ્યો છે. સુરેશે કથિત રૂપે ટાર્ગેટ બનાવી 9 વર્ષથી જેલમાં રહેનારા યૌન શોષણના ગુનેગારની હત્યા કરી છે. પોલીસે ઘટનાસ્થળથી સુરેશની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક ચાકુ પણ જપ્ત કર્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, બાળકોના યૌન શોષણનો ગુનેગાર બ્રિમર પર સુરેશે અચાનક હુમલો કર્યો હતો. હુમલા બાદ તુરંત તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ચાકુના ઊંડા ઘાના કારણે તેનું મોત નીપજ્યું હતું. સોમવારે 22 સપ્ટેમ્બરના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અનુસાર, વરૂણ સુરેશે પોલીસ સામે કબલ્યૂ હતું કે, તે લાંબા સમયથી એક યૌન શોષણના ગુનેગારને મારવા માગતો હતો. તેણે આ કથિત હત્યાને યોગ્ય ઠેરવતાં કહ્યું હતું કે, આ યૌન શોષણ બાળકો પર ઊંડી અસર કરે છે. અને તે જીવતે જીવ મૃત્યુ સમાન છે.
આ પણ વાંચોઃ ‘અમેરિકા જૂઠ્ઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ…’, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનો ટ્રમ્પ પર આકરો પ્રહાર
સુરેશે યૌન ગુનેગારને આ રીતે શોધી કાઢ્યો
પોલીસે જાહેર કર્યું હતું કે, સુરેશે કેલિફોર્નિયાના મેગન લૉ ડેટાબેઝનો ઉપયોગ કરી યૌન શોષણનો ગુનેગાર ડેવિડ બ્રિમર શોધી કાઢ્યો હતો. 1995માં તેણે એક નિર્દોષ બાળકનું યૌન શોષણ કર્યું હતું. અને તેના માટે તેને નવ વર્ષ જેલની સજા થઈ હતી. અધિકારીઓએ ખાતરી કરી હતી કે, સુરેશ અને બ્રિમર હુમલા પહેલા એકબીજાને ઓળખતા નહોતા.
એવો આરોપ છે કે હુમલાના દિવસે સુરેશ બેગ, નોટબુક અને કોફી કેન લઈને ઘરે ઘરે ગયો હતો. ત્યાં તેણે પોતે સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ હોવાનો ડોળ કર્યો હતો. બાદમાં તે જેઓ ડેવિડ બ્રિમરના ઘરે પહોંચ્યો તેવુ તેણે બ્રિમર પર હુમલો કરી દીધો હતો. બ્રિમરે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરેશે તેનો પીછો કરી તેને ગળામાં ચાકુ માર્યું હતું. ચાકુના હુમલાથી બ્રિમર જમીન પર તરફડવા લાગ્યો હતો.
સુરેશે આત્મસમર્પણ કર્યું
ધરપકડ બાદ સુરેશે પોલીસને જણાવ્યું હતું કે, મેં ડેવિડ બ્રિમરને તેની ઉંમર અને નબળાઈને કારણે નિશાન બનાવ્યો હતો. આ કૃત્ય મજેદાર હતું. સુરેશે સ્વીકાર્યું હતું કે તેનો ઘટનાસ્થળેથી ભાગી જવાનો કોઈ ઈરાદો નહોતો. જો પોલીસ ન આવી હોત, તો તે પોતે આત્મસમર્પણ કરતો.