gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bombay High Court: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે લાતુરના એક ઉદ્યોગપતિ સામે નોંધાયેલી ફરિયાદ રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ‘બારમાં દારૂ પીધેલી હાલતમાં થયેલી બોલાચાલી દરમિયાન સામાજિક-રાજકીય નેતા સાથે દુર્વ્યવહાર કરવો એ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295A અથવા 504 હેઠળ ગુનો નથી.’ આ ઉપરાંત હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક-રાજકીય મહાનુભવ માટે કોઈ પણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે. 

ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295A એવા કેસોમાં લાગુ પડે છે, જ્યાં કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓને જાણી જોઈને અને દ્વેષપૂર્ણ રીતે ઠેસ પહોંચાડવામાં આવી હોય. બીજી તરફ કલમ 504 એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જ્યાં કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક અન્ય વ્યક્તિનું અપમાન કરે છે જેથી તે અન્ય વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરે અથવા જાહેર શાંતિનો ભંગ કરે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, આ કેસ 12મી ડિસેમ્બર  2023ના રોજ કિલારીના કિનારા બારમાં બનેલી ઘટના પર છે. લાતુરના ઔસા તાલુકાના એક વેપારી પર દારૂ પીધેલી હાલતમાં વેઈટર સાથે ગેરવર્તન કરવાનો અને મરાઠા અનામત આંદોલન સાથે સંકળાયેલા કાર્યકર મનોજ જરાંગે વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ શબ્દોથી મરાઠા સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય છે. તેમણે ઘટનાનું મોબાઇલ રેકોર્ડિંગ પણ રજૂ કર્યું. ત્યારબાદ પોલીસે કિલારી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓ દુભાવવી) અને 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકાની અમાનવીયતા: 30 વર્ષ બાદ 73 વર્ષીય ભારતીય મહિલાને હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા

ઉદ્યોગપતિનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ આઈડી મણિયારે કોર્ટમાં દલીલ કરી હતી કે કથિત ટિપ્પણી કોઈ ધર્મ કે ધાર્મિક માન્યતા પર નહીં, પરંતુ એક વ્યક્તિ પર  હતી. તેથી તે આઈપીસીની કલમ 295Aની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. તેમણે એ પણ ભાર મૂક્યો કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ ઇરાદો નહોતો.

ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને હિતેન એસ. વેણેગાંવકરની બેન્ચે જણાવ્યું હતું કે, ‘સામાજિક-રાજકીય વ્યક્તિત્વ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો, ભલે તે કોઈ સમુદાયના સમર્થક માનવામાં આવે, તેને ધર્મ પાળવા સાથે સરખાવી શકાય નહીં.’ આ ઘટના બાર અને રેસ્ટોરન્ટમાં દારૂ પીધા પછી થયેલા વિવાદ દરમિયાન બની હતી અને FIRમાં જ જણાવાયું છે કે ઉદ્યોગપતિએ કથિત ઘટના માટે ફરિયાદીની તાત્કાલિક માફી માંગી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …
INDIA

સંસદમાં રાહુલ ગાંધીએ 16 નંબરનું ‘મિસ્ટ્રી કાર્ડ’ બતાવતા તર્ક-વિતર્ક! કહ્યું- સમજી જાવ તો મેસેજ કરજો …

April 17, 2026
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો | Rahul Ga…
INDIA

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! હાઈકોર્ટે FIR દાખલ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો | Rahul Ga…

April 17, 2026
યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…
INDIA

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…

April 17, 2026
Next Post
સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથ…

સુરત સહિત વિશ્વમાંથી કોવિડે વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનના પરિપત્રમાં કોવિડ ગાઈડલાઈનના ઉલ્લેખથ...

સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા ભુલકા ભવન ચાર રસ્તા ખાતે પંદર દિવસથી બેરીકેટથી અકસ્માતનો ભય | Fear of a…

સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા ભુલકા ભવન ચાર રસ્તા ખાતે પંદર દિવસથી બેરીકેટથી અકસ્માતનો ભય | Fear of a...

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

મહેમદાવાદના મામલતદાર કચેરીના કર્મચારીનો આપઘાત | Suicide of an employee of the Mamlatdar office in Me…

9 months ago
જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

2 months ago
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

2 months ago
રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News