gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Leh Violence Sonam Wangchuk: લદાખના લેહમાં હિંસાના ત્રણ દિવસ બાદ પોલીસે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી. તેમની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેહમાં ઇન્ટરનેટ સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.

સોનમ વાંગચુકને લેહ એરપોર્ટ પર તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ખાસ ફ્લાઇટ દ્વારા રાજસ્થાનના જોધપુર લઈ જવાયા હતા. જોધપુર પહોંચ્યા પછી તેમને કડક સુરક્ષા હેઠળ ઉચ્ચ સુરક્ષાવાળા જેલ વોર્ડમાં અને અનેક સુરક્ષા વાહનોના કાફલામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 24 કલાક સુરક્ષા અને CCTV દેખરેખ હેઠળ રહેશે.

લેહ પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે (24 સપ્ટેમ્બર, 2025) સોનમ વાંગચુક વિરુદ્ધ પ્રદર્શનકારીઓને હિંસા માટે ઉશ્કેરવા બદલ અનેક FIR નોંધવામાં આવી હતી, જેના પગલે શુક્રવારે (26 સપ્ટેમ્બર) તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સોનમ વાંગચુકની ધરપકડ: લેહ હિંસા મામલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી

સોનમ વાંગચુકે કર્યા હતા ઉપવાસ

10 સપ્ટેમ્બરના રોજ, સોનમ વાંગચુકે છઠ્ઠી અનુસૂચિમાં પ્રદેશનો સમાવેશ, રાજ્યનો દરજ્જો અને લદાખ પ્રદેશના સંવેદનશીલ ઇકોસિસ્ટમના રક્ષણની માગણી સાથે લેહ શહેરમાં ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ બુધવારે (24 સપ્ટેમ્બર) શહેરમાં મોટાપાયે હિંસા ફાટી નીકળતાં તેમણે ઉપવાસ તોડ્યા હતા.

ચાર પ્રદર્શનકારીઓના મોત

24 સપ્ટેમ્બરના રોજ, લેહ શહેરમાં એક બેકાબૂ ટોળાએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. સીઆરપીએફના એક વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. વધુમાં, લેહમાં ભાજપ કાર્યાલય અને ટોચની સંસ્થાના કાર્યાલયને પણ આગ ચાંપી દેવામાં આવી હતી, અને લદ્દાખ ડીજીપીના વાહનને પણ પ્રદર્શનકારીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા અને આશરે 70 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: લદાખ અંગે કેન્દ્ર સરકારની કાર્યવાહી, દિલ્હીથી રાજદૂત રવાના, ઉપરાજ્યપાલે બોલાવી મીટિંગ

લેહ અને કારગિલમાં કર્ફ્યુ લગાવાયો હતો

કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અધિકારીઓએ લેહ શહેરમાં કર્ફ્યુ લાદ્યો હતો. ગુરુવારે સાંજે (25 સપ્ટેમ્બર, 2025) કારગિલ શહેરમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
યુનાઈટેડ વે ગરબામાં કિસ કરતા કપલની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ | Video of obscene act of gay couple k…

યુનાઈટેડ વે ગરબામાં કિસ કરતા કપલની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ | Video of obscene act of gay couple k...

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t...

ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi…

ભરૂચમાં મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર કોંગ્રેસ નેતા હીરા જોટવા જામીન પર મુક્ત | Hira Jotva mastermi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to rubber seats…

રેલવે ટ્રેક વચ્ચેની રબરની સીટ્સ બેસી જવાના લીધે અકસ્માતનો ભય | Fear of accidents due to rubber seats…

8 months ago
મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ

મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ

1 year ago
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

3 months ago
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News