BSNL Launch 4G Network: નરેન્દ્ર મોદી દ્વારા આજે સ્વદેશી એટલે કે BSNLનું 4G નેટવર્ક લોન્ચ કર્યું છે. આ નેટવર્ક 5G રેડી છે. આ નેટવર્કને અંદાજે 97000 સાઇટ પર રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ નેટવર્કને સંપૂર્ણ રીતે ભારતની ટેક્નોલોજી પર બનાવવામાં આવ્યું છે. આ સાથે જ ભારત દુનિયામાં ટોપ-5માં આવી ગયો છે, જે ટેલિકોમ ટેક્નોલોજી અને ઇક્વિપમેન્ટ જાતે બનાવે છે.
ડેનમાર્ક, સ્વીડન, સાઉથ કોરિયા અને ચીન બાદ ભારત પાંચમો દેશ છે. BSNL સાથે ભારતમાં હવે દરેક ટેલિકોમ કંપની 4G સર્વિસ પૂરી પાડે છે. જિયો, એરટેલ તેમજ વોડાફોન-આઈડિયા પહેલેથી ભારતમાં 4G અને 5G સર્વિસ રજૂ કરી ચૂક્યા છે. ભારતમાં BSNLના 9 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
37000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું નેટવર્ક
BSNLના 25 વર્ષ પૂરા થતાં દ્વારા 97,500થી વધુ 4G મોબાઇલ નેટવર્ક લોન્ચ કર્યા છે, એમાં BSNLની 4G ટેક્નોલોજી સાઇટનો પણ સમાવેશ થાય છે. આ ટાવરને 37000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે અને એમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ આ ટાવર સૌર ઊર્જાથી ચાલે છે.
આ પણ વાંચો: ક્વાલકોમે લોન્ચ કર્યું સૌથી પાવરફુલ પ્રોસેસર: એન્ડ્રોઇડ મોબાઇલના પર્ફોર્મન્સમાં થશે વધારો, એપલને આપશે ચેલેન્જ
5G પર ઓટોમેટિક શિફ્ટ થઈ જશે
આ ટાવર 5G રેડી છે. આ 4G નેટવર્ક ક્લાઉડ-બેઝ્ડ છે. આથી એને સરળતાથી 5G નેટવર્ક પર શિફ્ટ કરી શકાશે. 5G નેટવર્ક માટે હાર્ડવેરમાં બદલાવ કરવાની જરૂર નહીં પડે. ફક્ત સોફ્ટવેર અપડેટ કરવાનું રહેશે.
આ સાથે નરેન્દ્ર મોદીએ ડિજિટલ ભારત નિધિ હેઠળ ભારતના 100% 4G સેચ્યુરેશન નેટવર્કને પણ લોન્ચ કર્યા છે. એના દ્વારા ભારતના 29000થી 30000 જેટલા ગામડાઓને મિશન-મોડ પ્રોજેક્ટ હેઠળ જોડવામાં આવ્યાં છે.