Bareilly Violence: કોંગ્રેસના નેતા ઉદિત રાજે ઉત્તર પ્રદેશના બરેલીમાં હિંસા પર થયેલા લાઠીચાર્જની નિંદા કરી છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિવેદનની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘ઘણાં મૌલાના ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપની મિલીભગતથી હિંસા થઈ રહી છે.’
બરેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ: ઉદિત રાજ
ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, ‘ઘણા મૌલવીઓએ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે અને દેશને હિન્દુ-મુસ્લિમ રાખવો તેમના હિતમાં છે. આઈ લવ મોહમ્મદએ બજરંગ બલીની જય અને જય શ્રી રામ જેવા નારા જેવું જ છે. આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરેલી ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. દોષિતોને સજા થવી જોઈએ.
ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા ઉદિત રાજે કહ્યું કે, ‘યોગી સરકાર તપાસમાં દોષિતો સામે કાર્યવાહી નહીં કરે, પરંતુ તપાસને આગળ વધારશે. એ પણ શક્ય છે કે જે નિર્દોષ છે તેની ધરપકડ કરવામાં આવે. આ ઘટના મિલીભગતનું પરિણામ હોઈ શકે છે, તેથી કોઈ પણ ઘટનાને નકારી શકાય નહીં.’
આ પણ વાંચો: ‘બધાના ભ્રષ્ટાચારની લિસ્ટ છે મારી પાસે…’, બિહાર ચૂંટણી ટાણે જ તેજસ્વી યાદવનો દાવો
પોસ્ટર વિવાદ અંગે શું કહ્યું..
‘આઈ લવ યોગી આદિત્યનાથ’ અને ‘આઈ લવ અખિલેશ યાદવ’ પોસ્ટર પર ઉદિત રાજે કહ્યું કે, ‘આ લાગણીઓ વ્યક્ત કરવાની એક રીત છે અને કોઈને પણ તેનાથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. પરંતુ આઈ લવ મોહમ્મદ પોસ્ટર લઈને ચાલનારાઓએ કંઈ ખોટું ન કરવાની કાળજી રાખવી જોઈએ.
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઇનલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ઉદિત રાજે કહ્યું કે, ‘વિદેશ મંત્રીએ બીજા દેશમાં નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. હવે તે જ આતંકી દેશ સામે મેચ રમાઈ રહી છે. આ કેન્દ્ર સરકારના બેવડા ધોરણો દર્શાવે છે.’