– પથ્થરમારો કે લાઠીચાર્જને કારણે ધક્કામુક્કી થયાનો વિજયનો દાવો જુઠો : પોલીસનો બચાવ
– વિજયે મૃતકોના પરિવારને 20 લાખની સહાય જાહેર કરી, કાવતરું હોવાના દાવા સાથે ઉચ્ચસ્તરીય તપાસની હાઇકોર્ટમાં માગ
– 40 નિર્દોષોના મોત પાછળ જવાબદાર કોઇ નહીં, પક્ષો-નેતાઓ-પોલીસે એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો
ચેન્નાઇ: તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલી દરમિયાન ભારે ભીડમાં થયેલી ધક્કામુક્કીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૪૦ સુધી પહોંચી ગઇ છે. આ સમગ્ર ઘટનાને કારણે સવાલોથી ઘેરાયેલો વિજય હવે સ્વબચાવ માટે હાઇકોર્ટ પહોંચ્યો છે. તેણે હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટના એક કાવતરું હતંુ જેની સીબીઆઇ દ્વારા અથવા અન્ય રીતે સ્વતંત્ર તપાસ થવી જોઇએ, હાઇકોર્ટે સુઓમોટો દ્વારા કાર્યવાહી કરવી જોઇએ.