
– બાળકોને પ્રતિબંધિત કફસિરપ અપાતાં કિડની ફેઇલ થતાં મોત
– રાજસ્થાનમાં બ્લેક લિસ્ટેડ કફસિરપનો સપ્લાય સરકારી હોસ્પિટલોમાં ચાલુ, પ્રતિબંધિત કફસિરપ બનાવનાર ફરાર
ભરતપુર, ભોપાલ : મધ્ય પ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના સિકર અને ભરતપુર જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફતમાં વહેંચવામાં આવતાં કફસિરપ પીવાથી કુલ છબાળકોના મોત થયા છે અને દસ બાળકો સહિત એક ડોક્ટરની હાલત ગંભીર છે. કફસિરપ ડેક્સ્ટ્રોમેથોરફન હાઇડ્રોબ્રોમાઇડ રાજસ્થાનના સરકારી આરોગ્ય કેન્દ્રો પર મફત વહેંચવામાં આવે છે જેના વપરાશને કારણે ભરતપુર, સિકર અને જયપુરમાં ઘણાં બાળકોના જીવ જોખમમાં આવી પડયા છે.
મધ્યપ્રદેશના એક અધિકારીના જણાવ્યા અનુસાર ચોથી અને ૨૬ સપ્ટેમ્બર દરમ્યાન છિંદવાડા જિલ્લાના છ બાળકોની કિડની ખરાબ થતાં તેમના મોત થયા હતા.










