gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP’s C…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામના રસ્તા માટે AAPના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી, રાજકારણ ગરમાયું | AAP’s C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : દેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવવાની માગ સાથે આજે સોમવારે (6 ઓક્ટોબર) વહેલી સવારે પદયાત્રા યોજી હતી. આઝાદીના 78 વર્ષ પછી પણ જુનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલ ડામર રોડનું કામ વન વિભાગ દ્વારા અટકાવી દેવાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

પદયાત્રા યોજી આવેદનપત્ર આપ્યું

ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઐતિહાસિક પૌરાણિક ગામોમાં જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા, દેવહાત્રાને જોડતા રસ્તાની માગ સાથે તેમણે પદયાત્રા બાદ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

વન વિભાગના ‘બેવડા વલણ’ સામે સવાલો

આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે, જીતગઢથી જુનારાજને જોડતો 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલો છે અને તેની સ્ટ્રક્ચરની કામગીરી પણ 12 માર્ચ, 2024ના રોજથી શરૂ કરવામાં આવી હતી. જોકે, વન વિભાગ (કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક) દ્વારા ‘ફોરેસ્ટ NOC-પરવાનગી નથી મળી’નું કારણ આપીને વાહનો જપ્ત કરી કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી, સામાન્ય રોડ પર રોક

ધારાસભ્ય વસાવાએ તંત્રના આ વલણ પર સખત સવાલ ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું તે રોડનું કામ અટકાવતા સ્પષ્ટ દેખાય છે કે સાંસદની વાત પણ તંત્ર સાંભળી રહ્યું નથી.

ચૈતર વસાવાએ આવેદનપત્રમાં સવાલ કર્યો કે, આ જ નર્મદા જિલ્લામાં આજ વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન તમામ પ્રોજેકટો, સાપુતારા-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્રીન કોરિડોર, માલસામોટ ઇકો ટુરીઝમ જેવા મોટા પ્રોજેક્ટોમાં રાતોરાત મંજૂરી આપીને કામો થઈ જાય છે, ત્યારે લોકોની મૂળભૂત સુવિધાઓ માટેના રસ્તાઓ માટે ફોરેસ્ટ ક્લિયરન્સની માગણી શા માટે? આ વલણ ગેરવ્યાજબી છે.

ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત

વસાવાએ જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ દેશના દરેક જિલ્લામાં અમૃત મહોત્સવ મનાવવા કરોડોની ગ્રાન્ટ વપરાય છે અને નર્મદા જિલ્લો SOU જેવા પ્રોજેક્ટને કારણે ગૌરવ લઇ રહ્યો છે, ત્યાં બીજી તરફ જિલ્લાના અનેક ગામડાં આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.

– રસ્તા ન હોવાથી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી.

– મહિલાઓને ડિલિવરી માટે ઝોલી કે નાવડીઓમાં લઈ જવી પડે છે.

– ઘણા કિસ્સાઓમાં રસ્તે જ બાળક કે મહિલાનું મોત નીપજે છે, જેવી કે ચાપટ ગામની ઘટનાએ સૌને દુઃખી કર્યા હતા.

ઐતિહાસિક ગામ છે જુનારાજ

જુનારાજ ગામનો 500 વર્ષ જૂનો ઇતિહાસ છે, જેમાં 1834માં બનેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ગોહિલ વંશના રાજાઓના મહેલ અને 750 વર્ષ જૂના દેવહાતિયા ભીલના નિવાસસ્થાનના અવશેષો છે. આ ગામના લોકોએ કરજણ ડેમના નિર્માણમાં સહકાર આપીને મોટું યોગદાન આપ્યું હોવા છતાં, આજે તેઓ મૂળભૂત રસ્તા માટે વહીવટી તંત્રને આજીજી કરી રહ્યા છે.

આ પણ વાંચો: મહીસાગર BOB લોન કૌભાંડ: બેંક મેનજર ભૂપેશ પુરોહિતની ધરપકડ, પોલીસ સ્ટેશનમાં બતાવ્યો રૂઆબ

15 દિવસનું અલ્ટીમેટમ

ચૈતર વસાવાએ તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપતા ચેતવણી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે, તો અસરકર્તા તમામ ગામના લોકો ભેગા મળીને આગામી 31 ઓક્ટોબર, 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા માટે કેવડીયા પહોંચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…
GUJARAT

મા દશામાની દેરીનું બાંધકામ તોડી પાડતા લોકામાં રોષ | People are angry over the demolition of the cons…

June 19, 2026
દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…
GUJARAT

દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated wat…

June 19, 2026
સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…
GUJARAT

સ્થાયીમાં વિવાદિત સહિતના ૧૧ કામોને મંજૂર અપાઈ | 11 works including controversial ones approved in pe…

June 19, 2026
Next Post
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા...

ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i…

ભરૂચમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના ચાર નાગરિકો ઝડપાયા | Four Bangladeshi nationals arrested for i...

વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani…

વડોદરાના ગોત્રીમાં કારે કચરો ભેગો કરતી લારીને ટક્કર મારતા કોર્પોરેશનના સફાઈ કર્મચારી ઘાયલ | VMC sani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ આજે 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24700 પાર, બેન્કિંગ-આઈટી શેર્સમાં તેજી | Stock market Tod…

સેન્સેક્સ આજે 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ 24700 પાર, બેન્કિંગ-આઈટી શેર્સમાં તેજી | Stock market Tod…

1 year ago
ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News

ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News

3 weeks ago
પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

9 months ago
અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…

અશાંતધારા ભંગ હેઠળના ગુનામાં વધુ બે શખ્સ ઝડપાયા | Two more people arrested for violating the riot ac…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News