gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢના નિવૃત્ત અધિકારીને હનીટ્રેપમાં ફસાવવાનો કેસ: બ્લેકમેલ કરીને રૂ. 40 લાખ માગનારા 3 આરોપી ઝડપાય…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News: જૂનાગઢમાં એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) હનીટ્રેપનો ભોગ બન્યાની ગંભીર ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલી એક અજાણી યુવતીએ નિવૃત્ત અધિકારી સાથે આત્મીયતા કેળવી રાજકોટ અને ચોટીલાની હોટલોમાં અંગત પળો માણી હતી, જેનો વીડિયો બનાવીને બાદમાં 40 લાખ રૂપિયાની ખંડણી માટે બ્લેકમેલ કર્યો હતો. નિવૃત્ત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિત તેના ત્રણ મળતિયાઓને ઝડપી પાડ્યા છે.

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત RFO પરસોત્તમ કનેરિયા એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર ઉમલા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ નિયમિત ચેટિંગ થતાં યુવતીએ એકલતાનું નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કેળવી હતી. પાંચ મહિના પૂર્વે બંને રાજકોટની એક હોટલમાં મળ્યા હતા અને અંગત પળો માણી હતી. 19મી સપ્ટેમ્બર 2025ના રોજ તેઓ ચોટીલાની હોટલમાં રોકાયા હતા, જ્યાં ઉમલાના આઈડી પર રૂમ બુક કરીને બે વખત શરીર સુખ માણ્યું હતું.

જૂન 2025માં ઉમલાએ નિવૃત્ત અધિકારીને પોતે પ્રેગ્નન્ટ હોવાનું જણાવી એબોર્શન કરાવવા માટે ઓનલાઈન અવારનવાર પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગર્ભવતી હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા.

હોટલના વીડિયોથી બ્લેકમેલ અને ધમકી

ચોટીલાની મુલાકાત બાદ 25મી સપ્ટેમ્બરના રોજ રસોત્તમ કનેરિયાને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે ચોટીલાની હોટલના અંગત પળોનો વીડિયો તેની પાસે હોવાનું જણાવી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વીડિયોની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વીડિયો મોકલવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીએ ઉમલાને પૂછ્યું, ત્યારે તેણે કબૂલ્યું કે તેણે પોતે ફોનમાં વીડિયો ઉતાર્યો હતો અને તેની બહેનપણીને આપ્યો હતો. બ્લેકમેલ કરનારાઓએ એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં મળે તો વીડિયો તમામ સંબંધીઓને વાઈરલ કરી દેશે. આ ઉપરાંત નિવૃત્ત ઓફિસર થઈને નાની છોકરીઓ સાથે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી પ્રેગ્નન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવતા હોવાની ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દેવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ

પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા

આ ધમકીઓ અને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત વન અધિકારી પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળતિયાઓ સામે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તત્કાળ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં જૂનાગઢ પોલીસે રાજકોટની ઉર્મિલા, સબુસ્તા અને જીસાન નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. હાલમાં પોલીસ આ આરોપીઓએ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે કે કેમ, તે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…
GUJARAT

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

May 15, 2026
સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…
GUJARAT

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

May 15, 2026
Next Post
વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th…

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th...

સર્વાંગી વિકાસ સાથે ગુણવત્તાસભર શિક્ષણ તરફનું સશક્ત પગથિયુ

સર્વાંગી વિકાસ સાથે ગુણવત્તાસભર શિક્ષણ તરફનું સશક્ત પગથિયુ

17 વર્ષ પછી શાહરૂખ ખાન કરશે ફિલ્મફેર અવોર્ડ્સનું હોસ્ટિંગ — હવે અમદાવાદ બનશે બોલીવુડનું કેન્દ્ર!

17 વર્ષ પછી શાહરૂખ ખાન કરશે ફિલ્મફેર અવોર્ડ્સનું હોસ્ટિંગ — હવે અમદાવાદ બનશે બોલીવુડનું કેન્દ્ર!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે | Gujarat government LRD rec…

નિમણૂક પામેલા LRD જવાનો માટે ખુશખબર, ઉમેદવારો પોતે જિલ્લો પસંદ કરી શકશે | Gujarat government LRD rec…

5 months ago
ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી | Arrival of…

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી | Arrival of…

1 year ago
વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

1 year ago
ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed …

ખેડાના નવા તાલુકા ફાગવેલના મુખ્ય મથક મામલે કપડવંજના 24 ગ્રામ પંચાયતોની હાઈકોર્ટમાં રિટ | Writ filed …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News