![]()
PM Narendra Modi spoke to CJI Gavai : દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ પર શર્મજનક હુમલાના પ્રયાસની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJI ગવઈ સાથે વાતચીત કરી છે. સમગ્ર મામલે વડાપ્રધાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આજે દરેક ભારતીય ક્રોધિત…’
PM મોદીએ CJI ગવઈ સાથે કરી વાતચીત
ચીફ જસ્ટિસ પર હુમલાના કોશિશ બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ મે CJI ગવઈ સાથે વાતચીત કરી છે. આજે સુપ્રીમ કોર્ટમાં તેમના પર થયેલા હુમલાથી દરેક ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. આપણા સમાજમાં આ પ્રકારની નિંદનીય કૃત્યની કોઈ જગ્યા નથી. આ બહુ શરમજનક છે.’
PM મોદીએ કહ્યું કે, ‘આવી પરિસ્થિતિમાં શાંત અને સંયમ રાખવા બદલ હું જસ્ટિસ ગવઈની પ્રશંસા કરું છું. જે ન્યાયના મૂલ્યો અને આપણા બંધારણની ભાવનાને જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’
આ પણ વાંચો: ‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી’, ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ હુમલાના પ્રયાસની ઘટનાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ નિંદા કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ચીફ જસ્ટિસ પર હુમલો આપણી ન્યાયપાલિકાની ગરિમા અને આપણા બંધારણની મૂળ ભાવના પર હુમલો છે. આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી અને આ ઘટનાની નિંદા થવી જોઈએ.’
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, વકીલે નારા લગાવ્યા- સનાતનનું અપમાન સાંખી નહીં લેવાય
શું હતી સમગ્ર ઘટના?
ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર એક વકીલે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જેનું નામ રાકેશ કિશોર હોવાનું જાણવા મળ્યું છે. શખ્સે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર નિશાન સાધતાં બેન્ચ તરફ જૂતું ફેંક્યું હતું. જે બેન્ચની આગળ જ પડ્યું હતું. જેથી ચીફ જસ્ટિસને કોઈ નુકસાન થયું નથી. હુમલાખોર વકીલની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ ઘટના બાદ પણ શાંત જ હતા અને તેમણે કેસની સુનાવણી ચાલુ રાખી હતી. તેમણે માત્ર એટલું કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ છું, જેણે આ પ્રકારની ઘટનાનો સામનો કર્યો છે.’ ત્યારબાદ તેઓ ફરી કેસની સુનાવણી કરવા લાગ્યા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, હુમલો કરનારા વકીલે સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘સનાતન ધર્મનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન.’










