![]()
જામનગર તાલુકાના સિક્કા ગામમાંથી એક મોટર સાયકલની ચોરી થવા અંગે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સિક્કા ગામની દુબઈ કોલોનીમાં રહેતા સત્તારભાઈ અજીજભાઈ ખીમાણી એ ગત તારીખ. 31/8/25ની રાત્રે પોતાનું રૂપિયા 15૦૦૦ની કિંમત નું જી જે 10- આર-8175 નંબરનું મોટર સાયકલ પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું ત્યાંથી કોઈ શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે તેમણે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.










