gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cough Syrup Case: સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે (10મી ઑક્ટોબર) મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી બાળકોના થયેલા કથિત મૃત્યુના મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી(PIL)ને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે હાલની રાજ્ય ડ્રગ્સ સેફ્ટી સિસ્ટમ્સ આવા કેસોનો સામનો કરવા માટે પૂરતી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ, ન્યાયાધીશ ઉજ્જલ ભૂયાન અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ પીઆઇએલ પર સુનાવણી હાથ ધરી હતી.

સોલિસિટર જનરલના વાંધા બાદ અરજી રદ

આ પીઆઇએલ ઍડ્વોકેટ વિશાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં સીબીઆઇ તપાસ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના વેચાણ અને ગુણવત્તા પર રાષ્ટ્રવ્યાપી કડક દેખરેખ રાખવાની માંગ કરવામાં આવી હતી. બેન્ચે શરુઆતમાં અરજી પર નોટિસ જાહેર કરવાનું વિચાર્યું હતું, પરંતુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉઠાવેલા વાંધાઓ સાંભળ્યા બાદ અરજીને ફગાવી દેવાનો નિર્ણય લીધો હતો.

સોલિસિટર જનરલે કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘અરજદારે કોઈ નક્કર આધાર વિના, ફક્ત મીડિયા રિપોર્ટ્સના આધારે કેસ દાખલ કર્યો છે… તમિલનાડુ અને મધ્ય પ્રદેશે આ મામલે ગંભીર વલણ અપનાવ્યું છે, જેને ઓછું આંકી શકાય નહીં.’

અરજદાર દ્વારા અગાઉ પણ 8-10 જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં લીધા બાદ બેન્ચે આ અરજીને રદ કરી દીધી હતી.

આ પણ વાંચો: પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં ‘કોલ્ડ્રિફ’ સિરપ પર પ્રતિબંધ

આ ગંભીર ઘટના બાદ પશ્ચિમ બંગાળમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન (BCDA) એ રાજ્યમાં ‘કોલ્ડ્રિફ કફ સિરપ’ના વેચાણ અને ખરીદીને તાત્કાલિક ધોરણે રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના ગુરુવારે તમામ છૂટક અને જથ્થાબંધ દવા વિક્રેતાઓને જાહેર કરવામાં આવી હતી.

કફ સિરપથી મૃત્યુનો મામલો શું છે?

આ સમગ્ર વિવાદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે ‘કોલ્ડ્રિફ’ સિરપના સેવનથી બાળકોના થયેલા મૃત્યુ સાથે જોડાયેલો છે. મધ્ય પ્રદેશના છિંદવાડાના પારસિયામાં ‘કોલ્ડ્રિફ’ સિરપ પીવાથી 20 બાળકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે રાજસ્થાનમાં પણ આ સિરપના કારણે ત્રણ બાળકોના મોત થયા છે. પ્રથમ મૃત્યુ ચોથી સપ્ટેમ્બરના રોજ થયા હતા, જેમાં બાળકોનું મૃત્યુ કિડની ફેલ્યોરને કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree…

સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ ન થાય ત્યાં સુધી લારીઓ ઊઠાવો નહીં | Do not lift trucks until the stree...

જામનગરમાં રહીશોનો પાલિકા કચેરીએ ‘ઘંટનાદ’ સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ | Demand t…

જામનગરમાં રહીશોનો પાલિકા કચેરીએ 'ઘંટનાદ' સાથે વિરોધ, કોમન પ્લોટમાં થયેલું દબાણ હટાવવા માગ | Demand t...

‘તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ’, બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના …

'તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ', બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ | The road connecting Bajwa Karodia is in …

બાજવા-કરોડિયાને જોડતો માર્ગ ખખડધજ : નાગરિકોનો અનોખો વિરોધ | The road connecting Bajwa Karodia is in …

8 months ago
વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

6 months ago
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી | Threat to surro…

9 months ago
ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J…

ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ પલટી, 2ની હાલત ગંભીર, અનેક ઈજાગ્રસ્ત | Porbandar to J…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News