Telangana woman killed her 3 Children: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભ રાજપૂતની એટલે હત્યા કરી નાખી જેથી પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે રહી શકે. હવે તેલંગાણામાં એક સનકી પ્રેમિકાએ વર્ષો બાદ મળેલા પોતાના ક્લાસમેટ સાથે રહેવા માટે પોતાના ત્રણ બાળકોની હત્યા કરી નાંખી હોવાના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં પ્રેમીએ સાથે રહેવા માટે પ્રેમિકાના બાળકો ન સ્વીકારવાની શરત મૂકી હતી. જેના કારણે મહિલાએ પોતાના ફૂલ જેવા ત્રણ બાળકોની હત્યા કરી નાંખી હતી.
પ્રેમમાં ભાન ભૂલી મહિલા, પોતાના જ બાળકોની કરી હત્યા
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, રજિતા નામની મહિલાના લગ્ન 2013માં રેન્નૈયા સાથે થયા હતાં. 30 વર્ષની રજિતા સામે તેના પતિની ઉંમર 50 વર્ષ છે. બન્ને વચ્ચે ઉંમરના મોટા અંતરને કારણે સંબંધમાં નિરસતા આવવા લાગી હતી. એક દિવસ રજિતાની મુલાકાત સ્કૂલના રિયૂનિયન દરમિયાન પોતાની સાથે ધોરણ 10માં અભ્યાસ કરતા ક્લાસમેટ સાથે થઈ હતી. બન્ને વચ્ચે ફરી પ્રેમ સંબંધ બંધાવા લાગ્યો હતો. જેથી બન્નેએ બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે લગ્ન માટે શિવાએ રજિતા સામે એવી શરત રાખી હતી કે તેણે પોતાના ત્રણ બાળકોને અને પતિને પણ છોડવો પડશે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીને મોટો ઝટકો, સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે અરજી ફગાવી
બાળકોને ગળે ડૂબો દઈ કરી હત્યા
ક્લાસમેટના પ્રેમમાં ભાન ભૂલી ગયેલી રજિતાએ પોતાના બાળકોને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. જે અંગે તેણે 27 માર્ચે શિવાને જાણ કરી હતી. શિવા આ પ્લાન સાથે સહમત હતો. બાદમાં રજિતાએ પોતાના ત્રણેય બાળકોને એક બાદ એક નાક અને મોઢે રૂમાલથી ડુમો દઇને મારી નાખ્યા હતા. બાદમાં જ્યારે તેનો પતિ ઘરે આવ્યો તો રજિતાએ એવું બહાનુ બનાવ્યું કે ભોજનમાં કંઇક આવી ગયું હોવાથી બાળકો બેભાન છે અને મને પણ પેટમાં દુખે છે.
આ પણ વાંચોઃ બજેટ સત્રમાં કુલ 26 બેઠક, 16 બિલ પસાર થયા, વક્ફ (સુધારા) બિલની ચર્ચાએ સર્જ્યો રેકોર્ડ
હોસ્પિટલમાં ફૂટ્યો ભાંડો
બાદમાં તેણે બાળકો અને પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં, હોસ્પિટલના સ્ટાફને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી દીધી અને બાદમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મૃતક બાળકોની ઉંમર 8, 10 અને 12 વર્ષ હતી. પોલીસે હાલ બાળકોની હત્યાના કેસમાં રજિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.