gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
નોકરિયાતો હવે પ્રોવિડન્ટ ફંડના તેમના ખાતામાંથી સો ટકા રકમ ઉપાડી શકશે | 100 percent withdrawl allowed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર અમદાવાદ, મંગળવાર

હવે પોતાના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રહેલા ઉપાડવા પાત્ર ‘પાત્ર બેલેન્સ’ના સો ટકા રકમ કર્મચારી ઉપાડી શકશે. કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવેલી રકમ સહિત ૧૦૦ ટકા સુધી ઉપાડ કરી શકશે. જોકે તમામ ઉપાડ પછી ૨૫ ટકા ૨૫ ટકા બેલેન્સ પ્રોવિડન્ટ ફંડના ખાાતમાં રહેવું જોઈએ તેવી શરત સાથે મૂકવામાં આવી હોવાથી સો ટકા ઉપાડના દાવા છતાંય સો ટકા ઉપાડ શક્ય બની શકશે નહિ.  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ૨૩૮મી બેઠકમાં નવી દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ નિર્ણયલઈને પ્રોવિડન્ટ ફંડના ઉપાડને અત્યંત સરળ બનાવી દેવામાં આવ્યો છે.

કેન્દ્રના શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાના વડપણમાં યોજાયેલી બેઠકમાં પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી ૧૦૦ ટકા ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ઉપાડના જૂના નિયમો મુજબ પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ માત્ર નોકરીમાંથી નિવૃત્તિ ટાણે અથવા તો બેરોજગારીની સ્થિતિમાં જ શક્ય હતો. નોકરી છૂટયા પછી ૧ મહિના બાદ સભ્યને ૭૫ ટકા પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની મંજૂરી હતી. ત્યારબાદ બાકી રહેલ ૨૫ ટકા રકમ ૨ મહિના બાદ ઉપાડી શકાતી હતી. તેમ જ નિવૃત્તિ સમયે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી હતી.

તદુપરાંત હવે પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાના નિયમોને વધુ સરળ બનાવી દેવામાં આવ્યા છે. પ્રોવિડન્ટ ફંડના સભ્યો સરળતાથી નાણાંનો ઉપાડ કરી શકે તે માટે પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ૧૩ અલગ-અલગ જટિલ શરતોને એકત્રિત કરીને માત્ર ત્રણ કેટેગરીમાં વહેંચી દીધી છે. આ સરળતા લાવવાના પાછળના સરકારના ઇરાદાની સ્પષ્ટતા કરતા કેટલાક લોકો કહે છે કે સરકારને પ્રોવિડન્ટ ફંડ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાનું આકરું લાગી રહ્યું હોવાથી નાણાંના ઉપાડને સરળ બનાવી રહી છે. આ રીતે વ્યાજ ખર્ચનો બોજ ઓછો કરી રહી છે.

એક, આવશ્યક જરૃરિયાતો એટલે કે બીમારી, શિક્ષણ, લગ્ન જેવા ખર્ચ માટે પણ પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ આવાસ સંબંધિત જરૃરિયાતો માટે એટલે કે જમીન કે મકાન ખરીદવા અથવા તો તેના હપ્તા ભરવા માટે(EMI) પણ પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમ જ કુદરતી આપત્તિ, લૉકઆઉટ, બેરોજગારીની સ્થિતિમાં પણ પ્રોવિડન્ટ ફંડના નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.

શિક્ષણ ખર્ચ માટે ૧૦ વખત ઉપાડની છૂટ આપવામાં આવી છે.પરિવારના બાળકોના શિક્ષણ માટે પ્રોવિડન્ટ ફંડનો ઉપાડ હવે ૧૦ વખત સુધી થઈ શકે છે. હા, પણ ખાસ યાદ રાખવાની વાત એ છે કે હાયર એજ્યુકેશન માટે જ આ ઉપાડ કરવા દેવામાં આવશે. તેમ જ લગ્ન માટે ઉપાડ પાંચ વખત થઈ શકે છે. જૂની વ્યવસ્થા હેઠળ બંને હેતુ માટે માત્ર ત્રણ ત્રણ વાર ઉપાડ કરવા દેવામાં આવતો હતો.

પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે લઘુત્તમ સેવા સમય ઘટાડવામાં આવ્યો છે.  પ્રોવિડન્ટ ફંડના ઉપાડ માટે હવે માત્ર ૧૨ મહિનાની સેવા-નોકરી કરેલી હોવી જરૃરી છે. અગાઉ સભ્યોએ ઉપાડ માટે કુદરતી આપત્તિ, લૉક આઉટ, બેરોજગારી કે પછી ઘર મકાનની ખરીદી અથવા લગ્નના ખર્ચ જેવા કારણ આપવા પડતા હતા. તેને લગતા પુરાવાઓ રજૂ કરવા પડતા હતા. હવે કારણ આપ્યા વગર ઉપાડ માટેની અરજી કરી શકાશે.

એક તરફ સો ટકા ઉપાડની જાહેરાત કરે છે, પરંતુ બીજીતરફ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં મિનમમ ૨૫ ટકા બેલેન્સ રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ શરતને પરિણામે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં પડેલી સો ટકા રકમનો ક્યારેય ઉપાડ કરી શકાતો નથી. શ્રમ મંત્રાલય મુજબ, સભ્યના પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી કુલ જમા રકમના ૨૫ ટકા રકમ  મિનિમમ બેલેન્સ-લઘુત્તમ બેલેન્સ તરીકે રાખવી ફરજિયાત રહેશે. પ્રોવિડન્ટ ફંડમાં નાણાં જમા કરાવતા કર્મચારીઓને અત્યારે તેમની જમા રકમ પર  ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આ પગલાથી ઉપાડની સુવિધા વધશે અને નિવૃત્તિ માટે પૂરતો ફંડ પણ જળવાઈ રહેશે.

હવે પ્રોવિડન્ટ ફંડના ઉપાડ પ્રક્રિયામાં કોઈ દસ્તાવેજની જરૃર પડશે નહીં. આમ તમામ ઉપાડની અરજીઓનું સો ટકા ઓટો-સેટલમેન્ટ શક્ય બનશે. તેમ જ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનું પ્રીમેચ્યોર ફાઈનલ સેટલમેન્ટ હવે ૨ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવામાં આવ્યું છે. આ જ રીતે અંતિમ પેન્શન ઉપાડ માટેનો સમયગાળો ૨ મહિનાથી વધારીને ૩૬ મહિના કરી દેવામાં આવ્યો છે. આ સુધારાઓથી સભ્યો તાત્કાલિક નાણાકીય જરૃરિયાતો પૂરી કરી શકશે અને સાથે નિવૃત્તિ બચત પણ જાળવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
Next Post
કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak…

કાલુપુરમાં તિજોરીનું લોક બદલાનું કહી રૃા.૩.૫૭ લાખ લઇ જતા રહ્યા | Iwe ekkewe polis lon Kalupur ra mak...

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે રિક્ષાચાલકની ક્રૂર હત્યા: માથા પર ધોકાના ઘા, પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ…

ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે રિક્ષાચાલકની ક્રૂર હત્યા: માથા પર ધોકાના ઘા, પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ...

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies …

અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા, પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી | Father Dies …

5 months ago
ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name…

ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name…

1 year ago
જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

11 months ago
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી | Dudhsagar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News