gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા, તાંત્રિક વિધિના નામે ઉપાશ્રયમ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: સુરતમાં આઠ વર્ષ અગાઉ ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે શુક્રવારે (4 એપ્રિલ) દોષિત ઠેરવ્યા છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લાં આઠ વર્ષથી જૈનમુનિ જેલમાં જ છે. તેને જામીન પણ મળ્યા નથી.

શું હતી ઘટના?

આજથી આઠ વર્ષ પહેલા સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન ઉપાશ્રયમા મૂળ મધ્યપ્રદેશની વતની તથા વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતિને પરિવાર સાથે ધાર્મિક વિધિના નામે બોલાવી  દુષ્કર્મ  આચરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલાં આરોપી દિગંબર જૈન મુની શાંતિ સાગરજી મહારાજ ને આજે એડીશનલ સેશન્સ જજ એ. કે. શાહે IPC-376(1) તથા 376(2)(એફ) એમ બંને ગુનામાં આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને 50 હજાર દંડ કરવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ થશે. આ સિવાય પીડિતાને આર્થિક વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

મૂળ મઘ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષની ભોગ બનનાર શ્રાવિકા યુવતીએ ગઈ પહેલી ઓક્ટોબર, 2017ના રોજ નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે (ગીરીરાજ) સજનલાલ શર્મા વિરુદ્ધ અઠવા પોલીસમાં IPC-376 (1), 376(2) (એફ) હેઠળ  ફરિયાદ નોંધાવી હતી. જે  મુજબ માર્ચ -2017થી ફરિયાદી શ્રાવિકા યુવતી તથા તેના પરિવારે  આરોપી શાંતિ સાગરજી ને ગુરુ માન્યા હતા. જે વિશ્વાસનો ફાયદો ઉઠાવીઆરોપી શાંતિસાગરજી મહારાજે  બનાવના દિવસે  શ્રાવિકા તથા તેના  માતા-પિતા તથા ભાઈ સાથે રાત્રે દર્શન કરવા માટે બોલાવ્યા હતા. માતાપિતાને વિધી કરવાના બહાને અલગ રૂમમાં બેસાડીને જાપ જપવા જણાવીને ‘ગમે તે થઈ જાય પણ હું ના કહું ત્યાં સુધી તમારે આ ગોળ ચક્કરમાંથી બહાર આવવાનું નથી’ એમ કહેતા તેમણે જાપ ચાલુ રાખ્યા હતા.

શ્રાવિકા પર ધાર્મિક વિધિના નામે આચર્યું દુષ્કર્મ

આ દરમિયાન જૈન મુનિએ ભાગ બનનાર શ્રાવિકા અને તેના ભાઇને ઇશારો કરી પોતાની સાથે લઇ ગયા બાદ શ્રાવિકાને અન્ય રૂમમાં એકલી લઇ ગયા હતા. જ્યાં જૈન મુનિએ  ‘આજે દિવસ સારો છે  તારે શું જોઈએ છે? પૂછતા પીડિતાએ મારા માતા પિતા અને હું ખુશ રહીએ તેમ જવાબ આપ્યો હતો. જેથી જૈન મુનિએ ભોગ બનનારના શરીર પર હાથ ફેરવીને કપડા કાઢી નાખીને ચટાઈ પર સુઈ જવાનું કહીને ધાક ધમકી આપી હતી કે ‘જરા પણ અવાજ થશે તો તારા મમ્મી પપ્પાને કંઈક થઈ જશે’  બાદમાં ધાર્મિક વિધીના બહાને શ્રાવિકા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે, હું જ્યારે જ્યારે  તને બોલાવું ત્યારે તારે આવવું પડશે અને કોઈને આ વાત કહીશ તો તારા માતાપિતા મરી જશે.

ફરિયાદ બાદ દિગંબર જૈનમુનિ શાંતિસાગર મહારાજની અઠવા પોલીસના પીઆઈ કે. કે. ઝાલાએ ધરપકડ કરી હતી. બાદમાં 51 પંચસાક્ષી તથા 62 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કર્યુ હતું. આઠ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી જૈનમુનિ સામે કેસની અંતિમ સુનાવણી બાદ શુક્રવારે મોડી સાંજે કોર્ટે આરોપી શાંતિસાગરજી મહારાજને ઈપીકો-376(1) તથા 376 (2) (એફ)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને શનિવારે (5 એપ્રિલ) તેમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…

August 14, 2026
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
Next Post
સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્…

સુરતમાં સામાન ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે 3 આરોપી સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્...

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle…

આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

4 months ago
વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

5 months ago
વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

6 months ago
કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News