gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! |…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે (16 ઑક્ટોબર, ગુરુવાર) રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે, શુક્રવારે (17 ઑક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજાશે.

આ પણ વાંચોઃ LIVE : ગુજરાત સરકારના 26 મંત્રીની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન, થોડી વારમાં શપથગ્રહણ

આ વિસ્તરણમાં કુલ 26 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં “નો-રિપીટ” થિયરીની ચર્ચા વચ્ચે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 7 મંત્રીઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પક્ષે અનુભવ અને કાર્યક્ષમતાને મહત્ત્વ આપ્યું છે.

આ 6 મંત્રીઓ રિપીટ થયા:

નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય જે 6 મંત્રીઓનું પુનરાવર્તન થયું છે તેમાં નીચેના દિગ્ગજોનો સમાવેશ થાય છે:

  1. ઋષિકેશ પટેલ
  2. કુંવરજી બાવળીયા
  3. પરષોત્તમ સોલંકી
  4. પ્રફુલ પાનસેરિયા
  5. હર્ષ સંઘવી
  6. કનુ દેસાઈ

આ પણ વાંચોઃ ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત!

પહેલાં કોની પાસે કયું ખાતું હતું?

જોકે આ 6 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હોવાથી, તેમને નવા મંત્રીમંડળમાં કયા ખાતા ફાળવવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. અગાઉ, તેમની પાસે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિભાગો હતા:

ઋષિકેશ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 2 - image

કુંવરજી બાવળીયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા.

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 3 - image

પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન.

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 4 - image

પ્રફુલ પાનસેરિયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ.

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 5 - image

હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, ગૃહ રક્ષક દળ, ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ (રાજ્યકક્ષા-સ્વતંત્ર હવાલો).

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 6 - image

કનુ દેસાઈ: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ.

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! 7 - image

શપથવિધિ પર નજર:

આજે શપથવિધિ સમારોહ બાદ મોડી સાંજે અથવા આવતીકાલે આ નવા અને રિપીટ થયેલા મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા જેવા યુવા ચહેરાઓને પ્રમોશન આપી કેબિનેટ કક્ષાનું સ્થાન મળે છે કે કેમ, અને અગાઉના દિગ્ગજોને તેમના જૂના ખાતા જાળવી રખાય છે કે પછી મહત્ત્વના વિભાગોમાં ફેરબદલ થાય છે, તે જોવું રહ્યું. આ મંત્રીમંડળ વિસ્તરણને ભાજપની 2027ની ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને મહત્ત્વ આપીને નવા ચહેરાઓને તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

March 25, 2026
નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…
GUJARAT

નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…

March 25, 2026
સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા…
GUJARAT

સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા…

March 25, 2026
Next Post
યુવાઓ હર્બલ સિરપના રવાડે, ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ | Herbal Syrup Abuse Rising …

યુવાઓ હર્બલ સિરપના રવાડે, ખુલ્લેઆમ અટકાવાયા બાદ હવે છાનાખૂણે વેચાણ ચાલુ | Herbal Syrup Abuse Rising ...

સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule…

સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule...

VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ… સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ | Tejas MK1A…

VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ... સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ | Tejas MK1A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

7 months ago
ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

5 months ago
કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

1 month ago
હળવદ શહેરમાં રખડતા 15 નંદની પકડીને નંદીઘરમાં મોકલાઇ | 15 stray Nandis caught in Halvad city and sent…

હળવદ શહેરમાં રખડતા 15 નંદની પકડીને નંદીઘરમાં મોકલાઇ | 15 stray Nandis caught in Halvad city and sent…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News