gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: ગુજરાતના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. એક બાજુ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની આગાહી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધારી છે.

ઓખા બંદર પર સિગ્નલ 3 યથાવત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારે વરસાદ અને દરિયામાં ભારે કરંટ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા આ સિગ્નલ તાત્કાલિક અસરથી લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે બંદર પરથી માલસામાનનું વહન કરતી નાની હોડીઓ અને જહાજોએ અત્યંત સાવચેત રહેવું અને શક્ય હોય તો પ્રસ્થાન ટાળવું.

આ પણ વાંચોઃ વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે

માછીમારોને સ્પષ્ટ સૂચના

વહીવટી તંત્ર દ્વારા તમામ માછીમાર ભાઈઓને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને કિનારા પર જ રહેવા જણાવાયું છે. દરિયામાં ગયેલી તમામ બોટને સલામત સ્થળે લાંગરવા નિર્દેશ અપાયો છે. તંત્ર દ્વારા ઓખા બંદર સહિતના દરિયાકાંઠા પર સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

પંચમહાલ અને વડોદરામાં કમોસમી વરસાદ

ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ જોવા મળ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં વહેલી સવારે અચાનક વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા ઉકળાટ અને ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ વરસાદને કારણે રસ્તાઓ પરની ધૂળ બેસી ગઈ હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું, જેણે ગ્રામ્ય વિસ્તારોમાં નવી તાજગી ભરી દીધી છે.

વડોદરામાં લાભ પાંચમની શુભ શરૂઆત ખોરવાઈ

શિયાળાની શરૂઆત સાથે જ વડોદરા શહેરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ‘અષાઢી માહોલ’ સર્જાયો હતો. સયાજીગંજ, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લાભ પાંચમના દિવસે ધંધાની શરૂઆત કરતા વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, કારણ કે કપાસ, ડાંગર, મગફળી અને તલ જેવા પાકો તૈયાર છે અથવા લણણીના આરે છે. વરસાદને કારણે લણાયેલા પાકને નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચોઃ મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત

આરોગ્યવિદ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આવી ભેજવાળી અને અચાનક ઠંડીથી તાવ, ખાંસી, શરદી અને ડેન્ગ્યુ જેવા રોગોમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પહેલી નવેમ્બર સુધી મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આગામી દિવસોની જિલ્લાવાર આગાહી

  • 27 ઓક્ટોબર (યલો એલર્ટ): અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી.
  • 28 ઓક્ટોબર (યલો એલર્ટ): પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
ક્લાઇમેટ ચેન્જની અસર? ઓક્ટોબરમાં જ થીજી ગયું દેવતાલ સરોવર, માઇનસમાં પહોંચ્યું તાપમાન | Climate Chang…

ક્લાઇમેટ ચેન્જની અસર? ઓક્ટોબરમાં જ થીજી ગયું દેવતાલ સરોવર, માઇનસમાં પહોંચ્યું તાપમાન | Climate Chang...

બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…

બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15...

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

4 months ago
જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા | man from Jamnagar sente…

6 months ago
‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

2 years ago
બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News