Ram Navmi Sobhayatra : રામ નવમી નિમિત્તે પહેલીવાર યુપીના સંભલમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય ભગવા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા આખા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં પરંપરા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો.
રામ નવમી શોભાયાત્રામાં યુવતીઓએ હાથમાં તલવારો લઈને સ્ટંટ કર્યા હતા. તેમણે હિંમત અને આત્મવિશ્વાસનું એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તો આ બાજુ યુવાનો ભગવા ધ્વજ લઈને પૂરા ઉત્સાહ સાથે જોશથી નાચતા જોવા મળ્યા હતા.