
કોટ-રાધાકીશનમાં હાફીઝના ખાસ માણસને ગોળીથી વિંધી નંખાયો, જ્યારે BLAએ કવાત વિસ્તારમાં લશ્કરી વાહન બોમ્બથી ઉડાડી દીધું
નવીદિલ્હી: એક તરફ પાકિસ્તાન ઉપર ત્રાસવાદને પોષણ આપવા માટે દુનિયાભરમાંથી ફીટકાર વરસી રહ્યાં છે. ત્યારે ખુદ પાકિસ્તાન જ ત્રાસવાદી ગોળીબારનો ભોગ બની રહ્યું છે. ત્રાસવાદી સંગઠન લશ્કર એ તૈય્યબાના સ્થાપક અને સહ-સંચાલક હાફીઝ સઈદનો ખાસ માણસ મનાતો ૨૮ વર્ષનો શેખ મુયાઝ મુજાહીદ, પંજાબમાં લાહોરથી ૬૦ કી.મી. દૂર આવેલાં કોટ રાધા-કીશનમાં બે ટોળકીઓના સામ-સામા ગોળીબારમાં ઠાર મરાઈ ગયો છે.










