gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ, મેનેજરની ધરપકડ, પાંચ મહિલાઓને મુક્ત કરાઈ | ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Prostitution Racket in Ahmedabad :
અમદાવાદના મણિનગર વિસ્તારમાં બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (AHTU) પર્દાફાશ કર્યો છે. સોમવારે સાંજે ‘ઓશનિક સ્પા’ પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી અને અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી પાંચ મહિલાઓને બચાવી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર AHTUને બાતમી મળી હતી કે મણિનગરના કાંકરિયા તળાવ પાસે આવેલા રાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ઓશનિક સ્પા’માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરી ઓપરેશન ગોઠવ્યું હતું. એક પોલીસ અધિકારી અને ટીમે ડમી ગ્રાહકને રૂ.500ના દરની ચિહ્નિત નોટો આપીને સ્પામાં મોકલ્યો હતો. ગ્રાહકને સૂચના આપવામાં આવી હતી કે તે જાતીય સેવાઓ માટે વાટાઘાટ કરે અને સોદો નક્કી થતાં જ પોલીસને સંકેત આપે.

ડમી ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસ ટીમે તાત્કાલિક સ્પામાં દરોડો પાડ્યો હતો અને મેનેજર રાજેશ મનીશેખ શેખ (ઉંમર 32) ને ઝડપી પાડ્યો હતો. રાજેશ મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ સ્પા ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સ્પાનો માલિક મહારાષ્ટ્રના નવી મુંબઈ (વાશી) ખાતે રહેતો ભીમસિંહ કબીર નાયક છે.

દરોડા દરમિયાન પોલીસને સ્પાના પરિસરમાંથી પાંચ મહિલાઓ મળી આવી હતી. જેઓ અમદાવાદ, દિલ્હી અને ઉત્તર પ્રદેશની રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આ મહિલાઓને રાજ્ય બહારથી નોકરી પર રાખવામાં આવી હતી અને મેનેજર દ્વારા તેમને પ્રત્યેક ગ્રાહક દીઠ રૂ.500 ચૂકવવામાં આવતા હતા. મહિલાઓને દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કામ કરવાની ફરજ પડાતી હતી.

પોલીસે સ્થળ પરથી ડમી ગ્રાહકે આપેલા ₹1,500 રોકડા અને સીસીટીવી ફૂટેજ રેકોર્ડ કરવા માટેનું એક ડીવીઆર જપ્ત કર્યું છે. પોલીસે મેનેજર રાજેશ શેખની ધરપકડ કરી છે, જ્યારે ફરાર માલિક ભીમસિંહ કબીર નાયકને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બચાવી લેવાયેલી તમામ પાંચ મહિલાઓને કાઉન્સેલિંગ અને તબીબી તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug...

ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર | applica…

ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર | applica...

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

અવાણિયા માલણકા રોડ પર આવેલા પતરાના ઝૂંપડામાં આગ ભભુકી | Fire breaks out in a hut on Avaniya Malanka …

1 year ago
મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election…

મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો | BMC Election…

6 months ago
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

5 months ago
પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

પાળિયાદમાં રહેતા કિન્નરને માર મારી લૂંટ ચલાવી | A transgender living in Paliyad was beaten and robbe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News