![]()
– સિહોરના ભાંખલ ગામની સીમમાં ધમધમતી
– 4 હજાર લીટરથી વધારે આથો સહિત કુલ રૂ. 1.42 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
સિહોર : સિહોરના ભાંખલ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીમાં સિહોર પોલીસે રેઈડ કરી દેશી દારૂ અને આથો સહિત કુલ રૂ.૧.૪૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ કુલ ત્રણ સામે ગુના નોંધાયો છે.
સિહોર તાલુકાના ભાંખલ ગામની સીમમાં બાવળવાળી સીમ તરીકે ઓળખાતી સીમમાં ગજુભા રણુભા ગોહિલ (રહે.ભાંખલ ગામ)ની વાડીમાં સિહોર પોલીસે ગત રાત્રિના રેઈડ કરી વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાં રેઈડ કરી ૪૪૫૦ લીટર આથો, ૧૦૫ લીટર દેશી દારૂ સહિત કુલ રૂ.૧,૪૨,૨૦૦ના મુદ્દામાલ સાથે ગજુભા રણુભા ગોહિલને ઝડપી લઈ ગજુભા રણુભા ગોહિલ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા ગોહિલ (રહે.નાના ખોખરા) અને ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા ભગવાનસિંહ રાયજાદા (રહે.ખાંટડી) વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.










