gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers: માવઠાએ ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે અને 15 હજારથી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયાં છે. 17 લાખ ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા હોવાનો  પ્રાથમિક અંદાજ છે ત્યારે રાજ્ય સરકારે છ-સાત હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે, કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે ત્યારે પ્રત્યેક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં રૂ. 40-50 હજારથી વધુ સહાય મળે તેમ નથી. આ જોતાં અત્યાર સુધીમાં સૌથી મોટુ  કૃષિ પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોમાં અસંતોષ ભભૂકે તેવી સ્થિતિ પરિણમી છે. આ કારણોસર કૃષિ પેકેજ જાહેર કરાયા પછી પણ ખેડૂતોના દેવામાફીની માંગ વધુ ઉગ્ર બની શકે તેવા એંધાણ સર્જાયા છે. 

આ પણ વાંચોઃ આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું

ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયુ છે તેમાંય શિયાળાની એન્ટ્રી પહેલાં જ માવઠાએ ખેતી તબાહ કરતાં ખેડૂતોના મોંઢામાંથી કોળિયો છિનવાયો છે. પ્રાથમિક અંદાજ છે કે, ઉત્તર ગુજરાતમાં 4.14 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે જેથી 40 હજારથી વધુ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 5.61 લાખ હેક્ટરમાં પાક ધોવાયો છે.  સૌથી વઘુ સૌરાષ્ટ્રમાં 25.60 લાખ હેક્ટરમાં ખેતી તબાહ થઈ છે. મધ્ય ગુજરાતમાં 3 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત મજૂરી સહિત ઉત્પાદન ખર્ચમાં વધારો

આ ઉપરાંત કુલ ઉપજની કિંમત સાથે અંદાજ ગણવામાં આવે તો, સરેરાશ 50 હજારનું નુકસાન થયું છે. અત્યાર સુધી રાજ્ય સરકારે કૃષિ પેકેજ થકી પ્રત્યેક ખેડૂતને હેક્ટર દીઠ રૂ. 13,500 સહાય ચૂકવી છે. આ વખતે તે સહાયમાં વધારો કરવામાં આવે તો પણ હેક્ટર દીઠ રૂ. 20-22 હજારથી વધુ મળે તેમ છે. આ જોતાં બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતને રૂ. 40-45 હજારથી વધુ સહાય મળશે નહીં. જે ખેડૂતોના પારાવાર નુકસાન સામે ઓછી સાબિત થઇ શકે છે.

આ પણ વાંચોઃ મતદાર વેરિફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો BLO તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વૉરન્ટ ઈશ્યૂ થશે

જે રીતે માવઠાએ ખેતીનો સોથ વાળ્યો છે. ખેતરોમાં ઊભા પાક ધોવાયા છે અને લાખો કરોડોનું નુકસાન થયું છે ત્યારે સરકારની કૃષિ રાહત સહાય 15 લાખથી વધુ ખેડૂતોનો રોષ ઠારવા માટે અસક્ષમ સાબિત થશે તેવા એંધાણ મળી રહ્યાં છે. આ જોતાં સરકાર ખેડૂતોને નુકસાનના પ્રમાણમાં પૂરતું વળતર ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી. હાલની સ્થિતિને જોતાં રવિપાક પર પણ અસર થાય તેમ છે. 

સરકારના તરકટથી ખેડૂતોમાં રોષ

છોટા ઉદેપુર જિલ્લા સહિત અન્ય વિસ્તારોના ખેડૂતોની ફરિયાદ છે કે, નિયમોની આડમાં પાક નુકસાનીનો સરવે કરાયો નથી. ખેતરોમાં નુકસાન જોવા કોઈ અધિકારી ફરક્યો નથી. આજે પણ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો વિરોધવંટોળ યથાવત રહ્યો છે. ખેડૂતોએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે, ઘણાં ખેડૂતો એવા પણ છે જેમને બેન્ક લોન પણ મળતી નથી. આ સંજોગોમાં સરકારની નજીવી સહાય પછી પણ પાક નુકસાનીને લીધે ખેડૂતોને આર્થિક રીતે બેઠા થવુ અઘરુ છે. 

ગુજરાત સરકારે કેન્દ્રને અતિવૃષ્ટિનો અહેવાલ જ મોકલ્યો નહીં

31મી ઓક્ટોબર, 2024માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યુ હતું. નવાઇની વાત એ છે કે, ખુદ રાજ્યસભામાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઇ અહેવાલ જ મોકલ્યો નથી. આ જોતાં સહાય આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે પણ સરકારે તસદી જ લીધી નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘SIR’ ની કામગીરી શરૂ, જાણો જિલ્લાની વિધાનસભા બેઠક પ્રમાણે મતદાર-BLOની સંખ્યા

વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર રૂ. 6-7 હજાર કરોડનું પેકેજ જાહેર કરે પણ  પાક વિમા યોજના બંધ કરાઇ છે ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે તે અપૂરતુ સાબિત થશે. ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષ ભભૂકશે તેમાં બે મત નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’
GUJARAT

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’

September 11, 2026
बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
Next Post
આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s…

આખરે હડતાળ સમેટાઈ, વાજબી ભાવના દુકાનદારોની માગણીઓ સામે સરકારે ઝૂકવું પડ્યું | gujarat ration shops s...

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ…

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ...

સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s…

સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ, બંગાળમાં ફરી મનરેગા શરૂ કરશે | after sc s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

1 year ago
દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

8 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

5 months ago
યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News