gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ | Ele…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ | Ele…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission And BJP On Rahul Gandhi Alligation : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણામાં 25 લાખ જેટલી એન્ટ્રીઓ નકલી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણની ચોરી કરવામાં આવી હતી.

કોંગ્રેસના બૂથ એજન્ટોએ મતદાન વખતે ફરિયાદ કેમ ન કરી : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આજે (5 નવેમ્બર) રાહુલ ગાંધીના આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે દાવાનો જવાબ આપ્યો છે કે, તે વખતે કોંગ્રેસના બૂથ એજન્ટો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એક મતદારે વધુ વખત મતદાન કર્યું હોવાની પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

કોંગ્રેસના પોલિંગ એજન્ટો મતદાન કેન્દ્રો પર શું કરી રહ્યા હતા?

ચૂંટણી પંચના અધિકારીઓએ રાહુલ આક્ષેપો સામે સવાલ ઉઠાવ્યો છે કે, ‘કોંગ્રેસના પોલિંગ એજન્ટો મતદાન કેન્દ્રો પર શું કરી રહ્યા હતા? જો કોઈ મતદાર ફરી મતદાન કરવા આવ્યો હોય કે પછી મતદારની ઓળખ પર આશંકા હોય તો તેમના (કોંગ્રેસના) એજન્ટોએ ત્યારે જ ફરિયાદ કરવી જોઈતી હતી.’

રાજકીય પક્ષો દ્વારા જ BLOની નિમણૂક થાય છે

ચૂંટણી પંચે એવું પણ કહ્યું છે કે, ‘રાજકીય પક્ષો દ્વારા બીએલઓની નિમણૂક કરવામાં આવે છે અને આ બીએલઓ મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની ગડબડી ન થાય તેના પર ધ્યાન રાખીને તે વિગતો ચૂંટણી અધિકારીને રજૂ કરે છે.’ 

કોંગ્રેસના બીએલઓએ દાવો કે વાંધો કેમ ન ઉઠાવ્યો?

ચૂંટણી પંચે કટાક્ષ કર્યો છે કે, શું રાહુલ ગાંધી નાગરિકતાની ખરાઈ કરતી, ડુપ્લિકેટ મતદારોને દૂર કરતી, મૃતક અને સ્થળાંતર થયેલા મતદારોની નામ હટાવી SIRની પ્રક્રિયાનું સમર્થન કરી રહ્યા છે કે વિરોધ? બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી, ત્યારે કોંગ્રેસના બીએલઓ દ્વારા કોઈપણ દાવો કે વાંધો કેમ ન ઉઠાવાયો? હરિયાણામાં કોંગ્રેસા બીએલઓ દ્વારા કોઈ દાવો કે વાંધો કે ન ઉઠાવાયો?’

આ પણ વાંચો : હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ, હવે બિહારનો વારો: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના ‘શૂન્ય મકાન નંબર’ના દાવા પર ચૂંટણી પંચે શું કહ્યું?

કોંગ્રેસ સાંસદ દ્વારા ‘શૂન્ય મકાન નંબર’ અંગે કરાયેલા દાવા પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, ‘મકાન સંખ્યા શૂન્ય એવા મકાનો માટે પણ છે, જ્યાં પંચાયતો અથવા નગરપાલિકાઓએ મકાન સંખ્યા ફાળવ્યા નથી. ત્યાં બૂથ સ્તરના અધિકારીઓ દ્વારા મકાન નંબર શૂન્ય આપવામાં આવ્યા છે.’

રાહુલ ગાંધીએ કોર્ટમાં જવું જોઈએ : ભાજપ

ભાજપે રાહુલ ગાંધીના આરોપોને નિરાધાર ગણાવીને ફગાવી દીધા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ એ કહ્યું કે, ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવવા અને દેશના લોકતંત્રને બદનામ કરવા માટે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર દેશને બદનામ કરવા બદલ ભારત વિરોધી તાકાતો સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો અનિયમિતતા હોય તો કોર્ટનો દરવાજો ખટખટાવવો જોઈએ. 

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ આજે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે તેમણે મતદાર યાદીમાં ગરબડના અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા સામાન્ય નામનો ઉપયોગ કરીને તેમના માટે ફેક અને બ્લર કરેલા ફોટા વાપરીને મતદારો વધારવામાં આવ્યા અને આ રીતે વોટ ચોરી કરવામાં આવી. આવી ગેરરીતિ અનેક પોલિંગ બૂથ પર કરવામાં આવી હતી. એક જ બુથ પર અમને 223 ફોટો ધરાવતા ડુપ્લિકેટ મતદાર મળી આવ્યા જે એક મહિલાનો ફોટો હતો. કોંગ્રેસ 22,789 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ. આ દર્શાવે છે કે ચૂંટણી કેટલી નજીકની હતી. હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા હતા. એક જ મહિલાનું નામ એક જ બૂથ પર 223 વખત દેખાય છે. હરિયાણામાં નકલી ફોટાવાળા 124,177 મતદારો હતા. મતદાર યાદીમાં નવ જગ્યાએ એક મહિલાએ મતદાન કર્યું હતું.  રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે. 

આ પણ વાંચો : સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી… હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દાવો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ | Youth beaten …

જૂનાગઢના મેંદરડામાં જાતિગત ભેદભાવ રાખી યુવક સાથે અત્યાચાર, 6 સામે એટ્રોસિટીની ફરિયાદ | Youth beaten ...

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra…

કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય | Maharashtra...

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s…

સાયબર સ્લેવરીનું રેકેટ: ગુજરાતીઓને થાઇલૅન્ડના માર્ગે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ | Cyber ​​s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપ…

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપ…

2 months ago
વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

1 year ago
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit…

PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit…

7 months ago
ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ…

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News