gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત | Trailer rams i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident Near Zundal underpass : અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બસ ડ્રાઇવર કથિત રીતે હાઇ સ્પીડમાં હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે અચાનક રોડ પર બમ્પ દેખાતા તેણે વાહન પર કાબૂ મેળવવા માટે અચાનક બ્રેક મારી દીધી હતી.

આ દરમિયાન બસની બિલકુલ પાછળ આવી રહેલું ટ્રેલર સમયસર રોકાઈ શક્યું ન હતું અને ધડાકાભેર બસના પાછળના ભાગે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસ ફંગોળાઈને રોડની બાજુમાં ખાડામાં ઉતરી ગઇ હતી અને એક હોર્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઇવરને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત 2 - image

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો. બાદમાં બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત વધુ પડતી ઝડપ કે બેદરકારીને કારણે થયો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સતત અકસ્માતોનો ભય: જીવલેણ ખાડાઓથી મુશ્કેલી

ઝુંડાલથી વૈષ્ણદેવી તરફ જતાં સીબીડી મોલથી લઈને ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધીના રોડ પર વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. રોડની બાજુમાં લાંબા સમયથી ખોદેલા ખાડાઓને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે. જ્યારે પણ અહીં અકસ્માત સર્જાય છે, ત્યારે વાહનો સીધા આ ખાડાઓમાં ખાબકે છે, જેના પરિણામે મોટી ઇજાઓ થવાની અને જીવ ગુમાવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. રાત્રિના સમયે દ્રશ્યતા ઓછી હોવાથી આ જોખમ વધુ ભયાવહ બની જાય છે, અને અનેક વખત મોટા વાહનો પણ પલટી જવાની ઘટનાઓ બને છે.
ઝુંડાલ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: બસની પાછળ ટ્રેલર ઘૂસ્યું, ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત 3 - image

ખાડા ખોદવા પાછળ વિવાદાસ્પદ હેતુ?

સ્થાનિકોમાં ચર્ચા છે કે સીબીડી મોલથી લઇને ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધી જ આ ખાડો ખોદવા પાછળનો હેતુ શંકાસ્પદ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ કૃત્ય ઈરાદાપૂર્વક અન્ય ફૂડ કોર્ટ તરફ જતો રસ્તો અવરોધવા માટે કરવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોનો ધસારો માત્ર ડાઉનટાઉન ફૂડ કોર્ટ તરફ રહે.

તંત્રની વિચિત્ર કાર્યવાહી: ખાડો પૂરાય તો ફરી ખોદાય!

સ્થાનિકો અને લારીવાળાઓ જ્યારે રાત્રે અકસ્માત ટાળવા માટે માનવતાના ધોરણે આ ખાડાઓ પૂરી દે છે, ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ બીજા જ દિવસે JCB વડે ફરીથી ખાડાઓ ખોદી નાખે છે. તંત્રની આ અસામાન્ય કાર્યવાહીને કારણે લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura…

વડોદરામાં સયાજીપુરાની જમીનના વિવાદમાં 10 સામે ફરિયાદ દાખલ | Complaint filed against 10 in Sayajipura...

જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja…

જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર | ja...

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

7 months ago
ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp…

ફોટો પડાવવા માટે ભાજપના યુવા અને પીઢ નેતા વચ્ચે ગાળાગાળી! અભિવાદન સમારોહમાં માથાકૂટ | kutch bhuj bjp…

4 months ago
જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

જામનગરમાં ગઈકાલે પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા : બે મહિલા સહિત 12 આરોપીઓ ઝડપાયા | Jamnagar Pol…

3 months ago
વડોદરા જિ.પંચાયતમાં રજૂઆતમાં મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતાં ડીડીઓની ટકોરથી વોકઆઉટ | Women’s husbands…

વડોદરા જિ.પંચાયતમાં રજૂઆતમાં મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતાં ડીડીઓની ટકોરથી વોકઆઉટ | Women’s husbands…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News