
– લાઇફસ્ટાઇલ મુજબ રૂ. 10 લાખ આપો : શમીની પત્નીની માગ
– શમીની વાર્ષિક આવક ૪૮ કરોડ રૂપિયા હોવાનો પત્નીનો દાવો, સુપ્રીમે જવાબ માગ્યો
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ હવે શમી પાસેથી મહિને ૧૦ લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું છે. જેના પર આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે હસીન જહાને પૂછ્યું હતું કે હાલ મહિને જે ચાર લાખ રૂપિયા ભરણપોષણ તરીકે મળી રહ્યા છે તે પુરતા નથી?
આ પહેલા કલકત્તા હાઇકોર્ટે ભરણપોષણની રકમ મહિને રૂપિયા ચાર લાખ નક્કી કરી હતી.










