![]()
Vadodara Corporation : વડોદરા પાલિકાની વોર્ડ નંબર 14ની કચેરી દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં નડતરરૂપ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં બે ટ્રક જેટલો સામાન કબજે લેવા સાથે રૂપિયા 5000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી હતી.
વડોદરા શહેરની મધ્યમાં આવેલ મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે તથા ચાંપાનેર દરવાજાને અડીને આડેધડ હંગામી દબાણ કરતા પોતાના લારી, ગલ્લા, પથારા લગાવી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને સાંજના સમયે તો અહીં ટ્રાફિકની સમસ્યાથી ઘણીવાર અકસ્માત સર્જાતા આવ્યા છે. આ તમામ બાબતોના પગલે આજે વોર્ડ નંબર 14ની ટીમે મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટરની આસપાસ તથા ચાપાનેર રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં બે ટ્રક જેટલો સામાન કબજે કરવા સાથે રૂપિયા 5000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટરની તાજેતરમાં અહીં બદલી થઈ છે, તે અગાઉ ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન નાગરિકો માટે માથાનો દુ:ખાવો સમાન છે. તો અગાઉના અધિકારીઓએ અહીં આટલી બહોળી સંખ્યામાં હંગામી દબાણ ઊભું થવા દીધું હોવા પાછળ કારણ શું છે? આ મામલે પણ અનેક સવાલો ઉભા થવા સાથે તપાસ કરવા જેવી બાબત ઉપસ્થિત થઈ રહી છે.









