gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી …

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ કરેલ પ્રયાસોનું પરિણામ; ત્રણ માસમાં બે વિમાની સેવા બાદ બે ટ્રેનનો પ્રારંભ થતા સૌરાષ્ટ્રના વિકાસને બળ મળશે

પોરબંદર તા. 11/11/2025
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા  કરવામાં આવી હતી.

પોરબંદર સાંસદ ડૉ. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે.

રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની
મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ થશે.

14મી એ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્યશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્યશ્રી રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.

કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાનો અને આ વિસ્તારમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નાં વિકસિત ભારતના સ્વપ્નને પુરું કરવા તથા ભારતને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનાં લક્ષને પુરુ કરવા આર્થિક વિકાસની તકો ઉપલબ્ધ કરવી જરૂરી છે.

આર્થિક ગતિ વિધીઓ સુધારવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને કનેકટીવીટી ખુબ જરૂરી છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને પણ ખુબ મોટી ગતિ મળશે. લોકો માટે આગમન સુગમ અને સુવિધાયુકત બનશે તથા વિકસિત ભારતની સાથે જ વિકસિત રાજકોટ, વિકસિત પોરબંદર, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન સાકાર થશે અને સંતુલિત વિકાસ થશે. તેમ જણાવ્યું હતું.

બીજી બાજુ દશકોથી જે સુવિધાની માંગણી પડતર હતી તેનો હકારાત્મક સ્વીકાર થતા લોકોમાં બહોળો આવકાર મળી રહયો છે.

કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું થશે ઠેરઠેર સ્વાગત સન્માન,  ટ્રેનમાં બેસી મંત્રી રાજકોટ થી પોરબંદર જશે

ખૂબ ટૂંકા સમયમાં ઝડપી રેલ સેવાનો પ્રારંભ કરાવનાર પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું 14મી નવેમ્બરે અનેક રેલવે સ્ટેશને વિવિધ મંડળો દ્વારાભવ્ય  સ્વાગત કરાશે.

તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં બે વિમાન સેવાનો પ્રારંભ કર્યો, હવે એક સાથે બે ટ્રેન ફાળવતા લોકોમાં સ્વાગત સન્માન માટે ઉત્સાહ બમણો થઈ ગયો છે.
અત્યાર સુધી રાજકોટ પોરબંદર વચ્ચે એક ટ્રેન દોડતી હતી, હવે દરરોજ એક સાથે ત્રણ ટ્રેન દોડશે. ‘પોરબંદરનો જમાનો ફરી આવશે’ તેવું જાહેરમાં બોલનારા કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયાએ આ સાબિત કરી બતાવ્યું કે વિકાસના દ્વાર ખુલી ગયા છે.! જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એમ ચાર જિલ્લા વચ્ચે યતાયાત સુગમ બની ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત | Landowner commits suicide after bein…

જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત | Landowner commits suicide after bein...

બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |…

બીસીએની એજીએમમાં હોબાળો : સત્યમેવ જયતે ટીમના સત્તાપક્ષ સામે વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આક્ષેપ |...

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English liquor seized fro…

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English liquor seized fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની ૯૯માંથી ૪૪ બેઠકો જ ભરાઈ | seats vacant in part time de…

ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની ૯૯માંથી ૪૪ બેઠકો જ ભરાઈ | seats vacant in part time de…

1 month ago
Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

1 year ago
જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

10 months ago
નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati…

નડિયાદમાં બિલ્ડર્સ દ્વારા એક જ મકાન બે વ્યક્તિને પધરાવતા પોલીસમાં લેખિત રજૂઆત | Written representati…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News