gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
સાત મહિનામાં 41 ભારતીયોના મોત, સુરક્ષામાં ચૂક માટે જવાબદાર કોણ?: દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો સવાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress-TMC Accuses Central Government in Delhi Blast : દિલ્હી બ્લાસ્ટ મામલે વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરુ કરી દીધા છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, ‘અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. સાત મહિનામાં 41 ભારતીયો માર્યા ગયા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના પાછળ કોણ જવાબદાર છે?

વિસ્ફોટ સામગ્રી ત્યાં કેવી રીતે પહોંચી : કોંગ્રેસના સવાલ

સુપ્રિયા શ્રીનેતે (Supriya Shrinate) કહ્યું કે, ‘રાજધાની દિલ્હીમાં વિસ્ફોટની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. ગઈકાલે ફરીદાબાદમાંથી 360 કિલો વિસ્ફોટક પકડાયો હતો. આ વિસ્ફોટ સામગ્રી ત્યાં કેવી રીતે પહોંચી? બહુ મોટી ઘટના થવાની સંભાવના હતી. સાત મહિના પહેલા જ પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે. કોની જવાબદારી છે?

આ પણ વાંચો : ફરીદાબાદથી ઝડપાયેલી ડૉ.શાહીન મામલે મોટો ખુલાસો, આતંકી મસૂદની બહેને મહિલા વિંગની કમાન સોંપી હતી

‘સાત મહિનામાં 41 ભારતીયોને મારી નંખાયા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘ગૃહમંત્રી ક્યાં છે? વડાપ્રધાન ક્યાં છે? ભારતીયોની નિર્દયતાથી હત્યા થઈ રહી છે, છતાં બંને નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને કોઈ જવાબદારી પણ નથી. સાત મહિનામાં 41 ભારતીયોને મારી નંખાયા છે. અમિત શાહ અસફળ ગૃહમંત્રી છે. દિલ્હી પોલીસ કોના નિયંત્રણ હેઠળ છે? સરહદ સુરક્ષા માટે કોણ જવાબદાર છે? IBને કોણ રિપોર્ટ કરે છે? મોટી મોટી વાતો કરવાથી તમારી નિષ્ફળતા અને સુરક્ષામાં વારંવાર ચૂક ક્યારે છુપાશે નહીં. જો નિર્દોષ લોકોના મોત થશે, તો અવાજ ઉઠાવવામાં આવશે. જવાબદારી નક્કી કરાશે, કારણ દેશ સુરક્ષિત હાથોમાં નથી.’

દિલ્હીમાં વિસ્ફોટ થયો તો PM ભૂતાન જતા રહ્યા : પવન ખેડા

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘બ્લાસ્ટની ઘટનાને ઘણો સમય વીતી ગયો છે, અફવાઓ વધુ ન ફેલાય તે માટે ગૃહમંત્રીએ માહિતી આપવી જોઈએ. ગૃહમંત્રી સુરક્ષા પર ધ્યાન રાખી રહ્યા નથી, તેઓ ચૂંટણી રાજ્યમાં એક હોટલમાં બેઠા છે અને તેઓ સીસીટીવીથી બચી રહ્યા છે. જ્યારે પહલગામમાં હુમલો થયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની યાત્રા છોડીને આવી ગયા હતા. હવે દિલ્હીમાં વિસ્ફોટ થયો તો તેઓ ભૂતાન જતા રહ્યા છે. જો તેઓ વડાપ્રધાન હોત, તો તેમને દેશની ચિંતા હોત, વાતચીત વર્ચ્યુઅલ રીતે પણ થઈ શકી હોત.’

આ પણ વાંચો : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ

તૃણમૂલ કોંગ્રેસે પણ સાધ્યું નિશાન

દિલ્હી બ્લાસ્ટ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (TMC) પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા(Mahua Moitra)એ કહ્યું કે, ‘ભારતને મજબૂત ગૃહમંત્રીની જરૂર છે. શું આપણી સરહદ અને શહેરોની રક્ષા કરવાની જવાબદારી અમિત શાહની નથી? તે બધી બાબતોમાં આટલો ખરાબ રીતે કેમ નિષ્ફળ જઈ રહ્યા છે?’

દિલ્હી બ્લાસ્ટમાં 10ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતાં યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas...

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | ...

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…

1 week ago
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

5 months ago
….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get …

….તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર | India Internet May Get …

6 months ago
UCCના ફોર્મ ભરવા વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ફરજ પાડવામાં આવતા વિવાદ | Controversy over fo…

UCCના ફોર્મ ભરવા વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓના બાળકોને ફરજ પાડવામાં આવતા વિવાદ | Controversy over fo…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News