gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા, ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા, ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Myanmar Cyber Slavery: ગુજરાત સહિત દેશભરમાં નાગરિકોને કોલ કરીને છેતરપિંડીનું સાયબર ક્રાઈમનું નેટવર્ક મ્યાનમારથી ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ અગાઉ સી.બી.આઈ.ની તપાસમાં થઈ ચૂક્યો છે. સીબીઆઈની ટીમે હવે ઓનલાઈન ઠગાઈના કોલ કરવાનું નેટવર્ક ચલાવતી ટોળકી દ્વારા નોકરીના બહાને ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી યુવકોને નોકરીના બહાને લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ઠગાઈ આચરવા માટે નોકરીના બહાને લઈ જવાયેલા યુવકોને પાસપોર્ટ પડાવી અને કોલ કરાવીને ગોંધી રાખવામાં આવતા હતા. યુવકોના હ્યુમન ટ્રાફિકીંગના કિસ્સામાં ગુજરાત અને રાજસ્થાનના બે એજન્ટને સીબીઆઈએ પકડયા છે.

મ્યાનમારમાં ઓનલાઈન ઠગાઈનું સુઆયોજીત નેટવર્ક

મ્યાનમારથી ભારતમાં ઓનલાઈન ઠગાઈનું સુઆયોજીત નેટવર્ક ચાલે છે. ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં ઓનલાઈન ઠગાઈના કોલ કરવા માટે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, કેરળ સહિતના રાજ્યોમાંથી યુવકોને નોકરી અપાવવાના બહાને મ્યાનમાર લઈ જવામાં આવે છે. મ્યાનમારમાં સાયબર ગુલામી કરાવતી ટોળકી માટે યુવકોને નોકરીના બહાને લઈ જતાં બે એજન્ટને સીબીઆઈએ પકડી પાડ્યાં છે. સીબીઆઈની ટીમે ગુજરાત અને રાજસ્થાનથી મોહીત ગીરી અને સોયલ અખ્તર નામના યુવકોને પકડી પાડ્યાં છે. આ બંને યુવકો ગુજરાત અને રાજસ્થાનથી મ્યાનમારમાં નોકરી અપાવવાના એજન્ટ તરીકે કાર્યરત હતાં.

કોલ સેન્ટર સાથેના મકાનમાં યુવકોને ગોંધી રખાયા

સીબીઆઈ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમના ગુના ઉપર અંકુશ મેળવવા માટે ઊંડાણભરી તપાસ ચાલી રહી છે. તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, ગુજરાત સહિત દેશના એક ડઝન રાજ્યોમાંથી યુવકોને મ્યાનમારમાં નોકરી અપાવવાની લાલચ આપતા એજન્ટનું નેટવર્ક કાર્યરત છે. નોકરીવાંચ્છુ હજારો યુવકોને મ્યાનમાર લઈ જવાયા પછી પાસપોર્ટ કબજે કરી લેવામાં આવતાં હતાં. યુવકોને કોઈ એક જ સ્થળે ત્યાં ચલાવાતા કોલ સેન્ટર સાથે જ રહેણાંક હોય તેવા મકાનમાં ગોંધી રાખવામાં આવતાં હતાં.

467 યુવકોને મ્યાનમારથી ભારત પરત લવાયા

ભારતથી હજારો યુવકોને ગોંધી રાખી સાયબર ગુલામી કરાવાતી હોવા સામે સીબીઆઈએ કાર્યવાહી આરંભી હતી. થાઈલેન્ડ થઈ મ્યાનમાર લઈ જવાયેલાં કુલ 467 યુવકોને ભારત પરત લાવવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. મ્યાનમારના મે સોટ નામના શહેરમાં સાયબર ગુલામીમાં સપડાયેલાં વધુ 197 ભારતીય યુવકોને તાજેતરમાં ઈન્ડિયન એરફોર્સની ખાસ ફ્લાઈટમાં પરત લવાયાં છે.

આ પણ વાંચો: દેવાયત ખાવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જામીન બાદ શરતોનો કર્યો હતો ભંગ

પરત લવાયેલાં યુવકો પૈકીના અનેક યુવકોએ તેમને નોકરીના બહાને મ્યાનમાર લઈ જનારાં એજન્ટનો પર્દાફાશ કર્યો હતો. સી.બી.આઈ.ની ટીમે આ વિગતોના આધારે રાજસ્થાન અને ગુજરાતમાંથી યુવકોને સાયબર ગુલામી માટે લઈ જતાં બે એજન્ટ સોયલ અખ્તર અને મોહીત ગીરીને પકડી પાડ્યાં છે.

ભારત સહિત અનેક દેશના નાગરિકોને ફોન કે વીડિયો કોલ કરીને સાયબર ચિટીંગના કારસ્તાન ચાલે છે તેના ઉપર જનોઈવઢ ઘા કરતાં સીબીઆઈએ આખા નેટવર્કને તોડી પાડવા માટે મ્યાનમારમાં ગોંધી રખાતાં યુવકોને મુક્ત કરાવવાનું અભિયાન આરંભ્યું છે.

યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા, ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

દેવાયત ખાવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જામીન બાદ શરતોનો કર્યો હતો ભંગ | ...

દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો | Delhi Blast P…

દિલ્હી જ નહીં 4 મોટા શહેરોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો હતો પ્લાન! તપાસ બાદ મોટો ખુલાસો | Delhi Blast P...

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li…

અમેરિકામાં જોબગ્રોથ નબળો આવતાં મોડી સાંજે સોના-ચાંદી સ્પ્રિંગની જેમ ઉછળ્યા | Gold and silver rose li…

1 year ago
અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

અમદાવાદમાં નેપાળી ઘરઘાટી 10 લાખની ચોરી કરી ફરાર, ઓનલાઇન એજન્સી દ્વારા નોકરીએ રાખ્યા હતા | Nepali Hou…

11 months ago
૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

10 months ago
અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News