gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વાણી રેસ્ટોરન્ટ ના લાજવાબ સ્વાદ વચ્ચે ‘આવા દે’ ટીમ સાથે ટાફ અને અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલાયન્સ પરિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

અમદાવાદ માં ખૂબ ટુંકા ગાળામાં વિખ્યાત થયેલ કોમ્યુનિટી ‘TAFF – Travel, Art, Fashion & Food’ ગૃપ દ્વારા સંચાલિત ‘Ahmedabad Active Artist Aliance’ (A4) માટે ટાફ ની સોશિયલ મીડિયા ટીમ દ્વારા પ્રથમ ગેટ-ટુગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે આગામી ગુજરાતી ફિલ્મ ‘આવા દે’ ની સ્ટારકાસ્ટ સાથે Meet n Greet નું પણ સંયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે શહેરના માણેકબાગ વિસ્તારમાં તાજેતરમાં જ શરૂ થયેલી ‘વાણી’ નામની દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ ની પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના જાણીતા ફિલ્મ કલાકારો જીતેન્દ્ર ઠક્કર, અર્ચન ત્રિવેદી, ભરત ઠક્કર, ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, કિન્નલ નાયક, બંસી રાજપૂત, પ્રિન્સ લિંબાડીયા, ઝંખના સોની પટેલ, મોહિત શર્મા, હર્ષદીપસિંહ જાડેજા, દેવર્ષ સોની, ગ્રીષ્મા ત્રિવેદી, નીતા પરિયાની સહિત કોરિયોગ્રાફર સંજય ગલસર, નિર્માતા-દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ, સંજય સોની, ચંદ્રેશ ભટ્ટ, રાકેશભાઈ પૂજારા, વિપુલ પરમાર, ફિલ્મ માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુટર અત્રિશ ત્રિવેદી સહિત ગુજરાતી સિનેમા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો અને પ્રેસ-મિડીયા અને સોશિયલ મીડિયા ના પણ મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ‘આવા દે’ ના પ્રમોશન માટે નહીં, પણ આ કોમ્યુનિટી માણવા ફિલ્મ આવા દે ના દિગ્દર્શક નિહાર ઠક્કર ખાસ મુંબઈથી પધાર્યા હતા તો સાથે ફિલ્મના મુખ્ય કલાકાર પરિક્ષિત ટીમાલીયા અને મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની પ્રથમ ફિલ્મમાં પદાર્પણ કરનાર કૂંપળ પટેલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાતી ફિલ્મજગત માટે આ સમય એક ઐતિહાસિક સમય છે. થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો’ એ આજના દિવસ સુધી ગુજરાતી બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી વૈશ્વિક 65 કરોડ આસપાસ કમાણી કરી એક બેન્ચમાર્ક સેટ કર્યો છે. એવા સમયે ગુજરાતી કલાકારો, નિર્માતાઓ-નિર્દેશકો થી બનેલી આ કોમ્યુનિટી ના તમામ હાજર-ગેરહાજર સભ્યો દ્વારા એ વાત ને ખૂબજ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી હતી અને આગામી સમયમાં ગુજરાતી સીનેજગતમાં કોઈપણ પ્રોજેક્ટ માટે એકબીજા ને સપોર્ટ માટે ની વાતનું સૌ કોઈએ સમર્થન પણ આપ્યું હતું અને આગામી આવનારી ‘આવા દે’ સહિત દરેક ગુજરાતી ફિલ્મો આવી ભવ્ય સફળતા મેળવે અને દર્શકો વધુ ને વધુ ગુજરાતી ફિલ્મો તરફ વળે એ માટે શક્ય એટલા વધુ પ્રયત્નો કરવાની સૌએ નૈતિક બાંહેધરી પણ આપી હતી અને ગુજરાતી સિનેજગત એકબીજા ના હરિફાઈ માં નહીં પણ એકબીજાને હાથ પકડી આગળ વધે એવું એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું હતું. જે સભ્યો હાજર ન રહી શક્યા તેઓએ પણ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી આ વાતને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

પ્રસંગ ને વધુ સુમધુર બનાવ્યો હતો ‘વાણી’ ના વ્યંજનો એ. વાણી ના માલિક અકબરભાઈ તથા તેમની સમગ્ર ટીમે આ પ્રસંગ માટે એક ખાસ સેટ મેનુ તૈયાર કરેલ હતું જેમાં કેટલીક પારંપરિક અને અમદાવાદ માં જવલ્લે જ મળતી સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેલકમ માં કોકોનટ કુલ્કી, સૂપ માં પાપડ રસમ, સ્ટાર્ટર‌માં શ્રીલંકન પનીર, કુટ્ટુ પરાઠા, પનિયારમ, કર્ણાટક બેન્ને ઢોસા, ઘી રોસ્ટ ઢોસા, ઉત્તપમ અને છેલ્લે કોકોનટ પાયસમ એ બધાને આનંદ કરાવી દિધો હતો. બધાએ દિલથી આ વાનગીઓ માણી હતી.

રેસ્ટોરન્ટ નું એમ્બિયન્સ તો સરસ હતું જ પણ A4, TAFF TSM ના સભ્યો સહિત‌ મિત્રોની હાજરીથી વધુ ઝળહળી ઉઠ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ…

નંદેસરીને જોડતો બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા અસંખ્ય લોકો પરેશાનીમાં મુકાયા : વાહનચાલકોના સમય અને ઇંધણનો વ...

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્…

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 4 કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્...

કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો | m…

કાલાવડ નજીક રાજસ્થળી ગામ પાસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો | m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | 24 hours Rainfall i…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | 24 hours Rainfall i…

1 year ago
VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

2 months ago
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

12 months ago
એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News