gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના ૨૩ જેટલા કેસો કરી પોલીસે બે કરોડથી વધુ રકમની મતા કબજે કરી છે.વડોદરામાં આવતા ડ્રગ્સના તાર ગુજરાતને અડીને આવેલા રાજ્યો સુધી પહોંચે છે.

વડોદરા પોલીસ દ્વારા મિશન ક્લિન હાથ ધરવામાં આવ્યું છે.ેજ અંતર્ગત  શહેર પોલીસ દ્વારા એક વર્ષ દરમિયાન જુદાજુદા સ્થળોએ દરોડા પાડીને એમડી ડ્રગ્સ,ચરસ અને ગાંજાના ૪૨ આરોપી પકડવામાં આવ્યા છે,જ્યારે રૃ.બે કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.ડ્રગ્સ માફિયાઓની નજર શૈક્ષણિક સંકુલો અને બ્રિજોની આસપાસ વધુ રહેતી હોય છે.

દરમિયાનમાં આજે પોલીસેડ્રગ્સના વધુ બે કેસ કર્યા હતા.જેમાં  મચ્છીપીઠ વિસ્તારમાં મોદી હાઉસ નામના મકાનના ત્રીજા માળેથી પોલીસે મોહંમદ રફીક ઈકબાલભાઈ મલેકને રૃ.૧.૭૫ લાખના ૫૮ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો.પોલીસે રોકડા રૃ.૧૪૭૦૦, અને મોબાઇલ પણ કબજે કર્યા હતા.

આવી જ રીતે મકરપુરા પોલીસે ગાંજાના જથ્થા સાથે કાર પકડી કુલ રૃ.૧૦લાખ ઉપરાંતની મતા સાથે પ્રિતુલ નામના કેરિયરને પકડયો હતો.તો બીજીતરફ પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સના કેસો રોકવા માટે મિશન ક્લિન અમલમાં મુકવામાં આવ્યું છે.જે અંતર્ગત ડ્રગ્સના કેસોની સાથેસાથે સ્કૂલ, કોલેજો સહિતના સ્થળોએ જાગૃતિ લાવવામાં આવી રહી છે.

વડોદરામાં પકડાયેલા ડ્રગ્સના મોટાભાગના કેસોનું કનેક્શન સુરત, યુપી, પંજાબ,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને ઓરિસ્સા સાથે જોડાય છે.પરંતુ વડોદરામાં કેરિયર પકડાયા બાદ આગળનું પગેરું શોધવામાં પોલીસને ધારી સફળતા મળતી નથી.

ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રેન અને બસોનો ઉપયોગ

ડ્રગ્સની હેરાફેરી માટે પોલીસની નજરથી  બચવા માટે ટ્રેન અને  બસનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ  બનાવો બન્યા છે.અગાઉ યુપીથી ટ્રેનમાં મોટી સંખ્યામાં ઇંજેક્શનો લાવવામાં આવતા હોવાના કેસો પણ કરવામાં આવ્યા હતા.

તાંદલજાના એક જ  પરિવારના ત્રણ સભ્યોની સંડોવણી

તાંદલજા વિસ્તારમાં ડ્રગ્સના કેસોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સામે થોડા સમય પહેલાં પોલીસે ડ્રગ્સના કેસ કર્યા હતા.જેમાં સૂત્રધાર અબ્દુલ પટેલ,તેનો પુત્ર આદીબ અને પત્ની ઝરીના નો સમાવેશ થાય છે.

મોકસી અને સિંધરોટમાં ડ્રગ્સની ફેકટરી પકડાઇ હતી,1500 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું

છેલ્લા એક દાયકા દરમિયાન વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મોકસી ગામે તેમજ વડોદરા નજીક સિંધરોટ ગામેથી ડ્રગ્સની ફેકટરી પકડાવાના બનાવો બન્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરાની આસપાસમાં ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હોવાની અને તેને સ્ટોરેજ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એટીએસ તેમજ વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા જુદાજુદા સમયે કેસ કરવામાં આવ્યા હતા અને ૧૫૦૦ કરોડ જેટલી કિંમતનું એમડી ડ્રગ્સ અને તેનું મટિરિયલ કબજે લેવામાં આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં વડોદરાની ફેક્ટરીમાં બનેલું ડ્રગ્સ મુંબઇ તેમજ દુબઇ સપ્લાય કરવામાં આવ્યું હોવાની પણ વિગતો બહાર આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…
GUJARAT

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

March 30, 2026
વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
Next Post
તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઇ | Trio arrested for growing marijuan…

તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઇ | Trio arrested for growing marijuan...

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene…

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી | The owner of Bhavani Ene...

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro…

મળસ્કે એસ.ટી.બસ હાઇવે પર ઊભેલી ટ્રકમાં પાછળથી ઘુસી ગઇ | ST bus rams into truck parked on highway fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c…

કારે અડફેટે લેતા જૂનાગઢ પરિક્રમામાં જઈ રહેલા આધેડનું મોત | Middle aged man dies after being hit by c…

5 months ago
જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

જામનગરમાં હાઈરાઈઝ, લો-રાઈઝ, કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલા અનધિકૃત દબાણો તોડી પડાશે | Unauth…

12 months ago
વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત | Submission to the…

વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતિ સીટનું જાહેરનામું રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત | Submission to the…

5 months ago
અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

અમદાવાદથી વિદેશ અવર-જવર: 10 વર્ષમાં 40 ટકા મુસાફરો વધ્યા, દરરોજ સરેરાશ 7000 યાત્રી | Ahmedabad Air T…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News