gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો ‘દરિયાની દીકરી’ માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો ‘દરિયાની દીકરી’ માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Junagadh News : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે (20 નવેમ્બર) કારતક મહિનાની અમાસના પવિત્ર દિવસે 19મા ‘વ્હેલ શાર્ક દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, આ વિશેષ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાયો છે. જે ગુજરાત સરકાર, સ્થાનિક સમુદાય અને માછીમારોના અદ્ભુત સહકારનું પ્રતીક બન્યો છે.

1000 થી વધુ વ્હેલ શાર્કને અપાયું જીવનદાન

વિશ્વની સૌથી મોટી માછલી, વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારોએ જે સકારાત્મક અભિયાન ચલાવ્યું છે, તેના પરિણામે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ વ્હેલ શાર્કને સફળતાપૂર્વક બચાવીને સુરક્ષિત રીતે દરિયામાં છોડવામાં આવી છે. એક સમયે જ્યાં વ્હેલ શાર્કનો શિકાર થતો હતો, આજે ત્યાં માછીમારો જ તેના ‘સંરક્ષક’ બનીને ઊભરી આવ્યા છે. આ પરિવર્તન માનવ અને પ્રકૃતિના સહકારનું એક અદ્ભુત ઉદાહરણ છે.

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની 2 - image

શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક યાત્રા

આ પરિવર્તનની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી, જ્યારે ગુજરાત સરકારે વ્હેલ શાર્કના શિકારને રોકવા માટે એક વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું. 2007માં દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વ્હેલ શાર્ક દિવસ’ની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ અભિયાનનો સૌથી મહત્ત્વનો ભાગ માછીમારોને આપવામાં આવેલ પ્રોત્સાહન હતું. વ્હેલ શાર્કને બચાવતી વખતે જો માછીમારોની જાળને નુકસાન થાય, તો તેમને રૂ.50,000 સુધીનું વળતર આપવાની જોગવાઈ સરકારે કરી.

નીતિગત પ્રોત્સાહને બદલી માછીમારોની માનસિકતા

આ સકારાત્મક નીતિ અને સતત જાગૃતિના કારણે સૌરાષ્ટ્રના માછીમારોની માનસિકતામાં ધરખમ પરિવર્તન આવ્યું. હવે, તેઓ વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર સહકાર જ નથી આપતા, પરંતુ સક્રિય ભૂમિકા પણ ભજવે છે. તેઓ સમજી ગયા છે કે દરિયાઈ જીવનનું સંરક્ષણ જ તેમનું ભવિષ્ય છે.

ગુજરાતનું વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન વિશ્વભરમાં એક સફળ મોડેલ તરીકે જાણીતું છે, જેમાં કેટલાક પ્રયાસો મહત્વના સાબિત થયા.

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની 3 - image

ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ

આ અભિયાનને સ્થાનિક સંસ્કૃતિ અને ધર્મ ગુરુઓ, સંતો સાથે જોડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. ધર્મ ગુરુઓ, સંતો દ્વારા વ્હેલ શાર્કને ‘દરિયાની દીકરી’ (Daughter of the Sea) તરીકે સંબોધિત કરવામાં આવી, જેનાથી માછીમારોમાં તેના પ્રત્યે લાગણી અને આદર ઉત્પન્ન થયો.

આ પણ વાંચો: નવી આધાર App લાવશે UIDAI! ઈન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ

શાળા અભિયાન અને માછીમારોની સક્રિય ભાગીદારી

દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળાના બાળકો અને યુવાનોને વ્હેલ શાર્કના મહત્વ વિશે શીખવવામાં આવ્યું. તો બીજી તરફ માછીમારોને વ્હેલ શાર્કને નુકસાન પહોંચાડ્યા વિના જાળમાંથી મુક્ત કરવાની વિશેષ તાલીમ આપવામાં આવી છે.

વળતર યોજના બની મોટું પ્રોત્સાહન

જો વ્હેલ શાર્કને બચાવવાના પ્રયાસમાં માછીમારોની જાળને નુકસાન થાય, તો ગુજરાત વન વિભાગ દ્વારા તેમને રૂ.50,000 સુધીનું વળતર આપવામાં આવે છે, જે તેમની સક્રિય ભાગીદારી માટે એક મોટું પ્રોત્સાહન બન્યું છે.

સંશોધન અને દેખરેખ 

ટેગિંગ પ્રોગ્રામ: વન વિભાગ અને સંરક્ષણ સંસ્થાઓ વ્હેલ શાર્કને સેટેલાઇટ ટેગ લગાવીને તેમના સ્થળાંતર માર્ગો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની હાજરીનો સમયગાળો સમજે છે. આનાથી સંરક્ષણ નીતિઓ વધુ અસરકારક બની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરુ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર

આ ત્રિ-સ્તરીય અભિગમના કારણે જ, ગુજરાતના દરિયાકાંઠાને વ્હેલ શાર્ક માટે વિશ્વના સૌથી સુરક્ષિત સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રોમાંનું એક ગણવામાં આવે છે. ગુજરાતનો આ પ્રયાસ સમગ્ર વિશ્વ માટે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું એક અદ્ભુત અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે, જે અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ અનુકરણીય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર |…

ચાર ફેરાના ચક્કરમાં વધુ એક યુવક છેતરાયો, ઈડરમાં લગ્ન બાદ લાખોના દાગીના-રોકડ લઈ લૂંટેરી દુલ્હન ફરાર |...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી: ઇન્ટર્નલનું બેઠું પેપર પૂછાતા BCA સેમ-5ની પરીક્ષ...

વડોદરા શહેરમાં પામોલીન-સરસીયુ તેલ રીફીલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડનો વિડીયો વાયરલ | Video of …

વડોદરા શહેરમાં પામોલીન-સરસીયુ તેલ રીફીલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડનો વિડીયો વાયરલ | Video of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો: કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

9 months ago
કપડવંજના તૈયબપુરાથી નાની ઝેરનો રોડ દોઢ વર્ષ વિતવા છતાં અધૂરો | The road from Taiyabpura to Nani Zer …

કપડવંજના તૈયબપુરાથી નાની ઝેરનો રોડ દોઢ વર્ષ વિતવા છતાં અધૂરો | The road from Taiyabpura to Nani Zer …

1 year ago
બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…

બુકીંગના રૃપિયા લઇ પજેશન નહીં આપતો વોન્ટેડ બિલ્ડર ઝડપાયો | Wanted builder arrested for not giving po…

7 months ago
દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 15 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News