gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
બિહારમાં નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી બની ઈતિહાસ રચ્યો | Nitish Kumar creates history by becomi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક દાયકા પછી શપથ સમારંભ યોજાયો

– કેબિનેટમાં સૌથી મોટા પક્ષ ભાજપના 14, જદયુના 8, લોજપ-રાવીના બે, હમ-આરએમએલએના એક-એક સહિત 26 મંત્રી

– મંત્રીઓમાં ત્રણ મહિલા, એક મુસ્લિમ, ચાર રાજપુત સહિત આઠ સવર્ણ, પાંચ દલિત, ત્રણ યાદવ સામેલ

પટના : બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહેનારા નીતિશ કુમારે ગુરુવારે ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૧૦મી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના બે નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ પણ ઉપમુખ્યમંત્રીપદ જાળવી રાખ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં ભવ્ય શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ૭૪ વર્ષના નીતિશ કુમાર અને તેમના ૨૬ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં ભાજપના ૧૪, જદયુના આઠ, લોજપ-રાવીના બે તથા હમ અને આરએલએમના એક-એક મંત્રીઓનો સમાવેશ થાય છે.

જનતા દળ યુનાઈટેડના સર્વેસર્વા નીતિશ કુમારે વર્ષ ૨૦૦૫થી સતત મુખ્યમંત્રીપદ જાળવી રાખ્યું છે. નીતિશ કુમારે ગુરુવારે ૧૦મી વખત મુખ્યમંત્રીના શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. નીતિશ કુમારના નવા કેબિનેટમાં પાંચ મંત્રી દલિત છે, જે પ્રત્યેક ભાજપ, લોજપ-રાવી, હમ અને બે જદયુમાંથી છે, ચાર રાજપુત સહિત આઠ મંત્રી સવર્ણમાંથી છે. નવી કેબિનેટમાં ત્રણ યાદવોનો સમાવેશ કરાયો છે. આ સાથે નીતિશ કુમારે વરિષ્ઠ નેતાઓ અને નવા ધારાસભ્યોની મિશ્ર કેબિનેટ બનાવી છે, જેમાં જાતિ અને પ્રાદેશિક સંતુલન પર વિશેષ ધ્યાન અપાયું છે. જોકે, નીતિશ કુમારના ૨૬ મંત્રીઓને તાત્કાલિક પોર્ટફોલિયોની ફાળવણી થઈ નથી.

પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપતા ‘ગમછો’ લહેરાવી એનડીએના ભવ્ય વિજય અને નીતિશ કુમારના શપથ સમારંભની ઊજવણી કરી હતી. આ સમારંભમાં એનડીએ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, આસામના હિમંતા બિસ્વા સરમા, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના મોહન યાદવ અને દિલ્હીના રેખા ગુપ્તા હાજર રહ્યા હતા.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૪૩માંથી ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપનો નવા કેબિનેટમાં સિંહ ફાળો હતો. નવા કેબિનેટમાં ભાજપના ૧૪ મંત્રીઓની પસંદગી કરાઈ છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ નાયબ મુખ્યમંત્રીપદ જાળવી રાખવાની સાથે અગાઉના મંત્રાલયમાંથી ભાજપના મંગલ પાંડે, નિતિન નબિન અને સુરેન્દ્ર પ્રસાદ મહેતાએ પણ પોતાનું મંત્રીપદ જાળવી રાખ્યું છે.

બિહાર ભાજપના પ્રમુખ દિલિપ જયસ્વાલનો નવા મંત્રી પરિષદમાં પુન: સમાવેશ કરાયો છે. તેમણે ભાજપની એક વ્યક્તિ એક પદની નીતિના પગલે બે વર્ષ પહેલાં કેબિનેટમાંથી રાજીનામાં આપ્યું હતું. જૂના જોગીઓની સાથે ભાજપે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત શૂટર શ્રેયસી સિંહ, અરૂણ શંકર પ્રસાદ, ડો. પ્રમોદ કુમાર, લાખેન્દ્ર રૌશન, સંજય સિંહ ટાઈગર અને રામ નિષાદને પહેલી વખત મંત્રી બનાવ્યા છે.

જદયુના ક્વોટામાંથી એનડીએના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઝામા ખાન સહિત અગાઉની સરકારમાં મંત્રી રહેનારાઓએ તેમના પદ જાળવી રાખ્યા છે. જદયુના બિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, લેશી સિંહ અને મદન સાહની, સુનિલ કુમાર તથા અશોક ચૌધરીએ ગુરુવારે મંત્રીપદના શપથ લીધા હતા. એનડીએના નાના સાથી પક્ષો લોકજનશક્તિ પાર્ટી-રાવી, હમ અને આરએલએમને પણ મંત્રીપદ અપાયા હતા. ચિરાગ પાસવાનના લોજપ-રાવીમાંથી સંજય કુમાર પાસવાન અને મહુઆમાં તેજ પ્રતાપ યાદવને હરાવનારા સંજય કુમાર સિંહને મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત દિલિપ જયસ્વાલ, ડો. પ્રમોદ કુમાર, અશોક ચૌધરી અને સંતોષ સુમન વિધાન પરિષદમાંથી આવે છે. ચિરાગ પાસવાને કહ્યું હતું કે તેમના બે સભ્યોને મંત્રી પરિષદમાં સ્થાન અપાયું છે, જે તેમનો મોટો વિજય દર્શાવે છે. તેમના પિતા રામવિલાસ પાસવાનનું આ લાંબા સમયનું સપનું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay...

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil…

સોનામાં રૂ.1000, ચાંદીમાં રૂ.4000નો કડાકોઃ ડોલર ઈન્ડેક્સ ૧૦૦ પાર કરી ગયો | Gold falls by Rs 1000 sil...

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co…

દસ દિવસ રોકાયા બાદ પત્ની જતી રહી, છેતરાયેલા પતિની ફરિયાદ | Wife leaves after staying for ten days co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી’, ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા | …

‘આ પ્રકારની ઘૃણાનું ભારતમાં સ્થાન નથી’, ચીફ જસ્ટિસ પર હુમલાના પ્રયાસ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા | …

4 months ago
દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો : સુપ્રીમની દંપતીને ફટકાર | Democracy in the countr…

દેશમાં 75 વર્ષથી લોકશાહી, મહારાજા જેવું ના વર્તો : સુપ્રીમની દંપતીને ફટકાર | Democracy in the countr…

9 months ago
સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

2 months ago
વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…

વડોદરામાં આગની ઘટનાઓ વચ્ચે ફાયર બ્રિગેડ દ્વારા 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગમાં ચેકિંગ : 50થી વધુને નોટ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News