gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pension Scheme : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)ના ગ્રાહકોને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)નો વિકલ્પ પસંદ કરવા માટે 30 નવેમ્બર-2025 સુધીમાં અરજી જમા કરાવવાનું યાદ અપાવ્યું છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, આ વિકલ્પ પસંદ કરવાની આ અંતિમ સમયમર્યાદા છે, ત્યારબાદ નવી યોજનાનો લાભ ઉઠાવવાની તક સમાપ્ત થઈ જશે.

UPSની વિશેષતાઓ 

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને UPSનો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. તેમજ સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60% હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10,000 સુધીનું પેન્શન મળશે.

આ કર્મચારીઓને મળશે લાભ

NPS હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી-2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં NPS હેઠળના તમામ સરકારી કર્મચારીઓને UPS વિકલ્પ પસંદ કરવાની તક અપાઈ છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, UPS પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.

મોંઘવારીના આધારે પેન્શન વધશે

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ઇન્ડેક્સેશન પણ ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન મોંઘવારી પ્રમાણે વધતું રહેશે. આ વધારો મોંઘવારી ભથ્થાના રૂપમાં પેન્શનમાં ઉમેરવામાં આવશે. આની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W)ના આધારે કરવામાં આવશે. નિવૃત્તિ પર એક સામટી રકમ પણ આપવામાં આવશે.

નેશનલ પેન્શન સ્કીમ (NPS) શું છે?

જૂની પેન્શન સ્કીમ (OPS) બંધ કર્યા બાદ સરકારે 2004માં તમામ સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ (NPS) શરૂ કરી હતી. NPSમાં એકાઉન્ટ પોર્ટેબલ છે એટલે કે તેને દેશમાં ગમે ત્યાંથી ઓપરેટ કરી શકાય છે. સરકારે તેને 2009માં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખોલ્યું હતું. હવે આ યોજના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને પણ UPS પર સ્વિચ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચો : ‘…તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર

UPS અને NPS વચ્ચે શું છે તફાવત?

UPS હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે, જે તેમની નિવૃત્તિ પહેલાના 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% હશે. જયારે NPSમાં પેન્શનની રકમ માર્કેટના રિટર્ન પર આધારિત હતી, જેના કારણે તે વધઘટ થતી રહે છે.

– સરકારી કર્મચારીઓએ UPS અને NPS બંનેમાં તેમના પગારના 10% યોગદાન આપવું પડશે. જયારે સરકાર NPSમાં 14% અને UPSમાં 18.5% યોગદાન આપશે. 

– UPS હેઠળ, 25 વર્ષની સેવા પછી, કર્મચારીઓને નિશ્ચિત પેન્શન મળશે. મોંઘવારી દર પ્રમાણે પેન્શન પણ વધશે. જ્યારે NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન નથી.

કર્મચારીઓ કેવી રીતે અરજી કરી શકે?

ઇચ્છુક કર્મચારીઓ બે રીતે અરજી કરી શકે છે. કર્મચારીઓ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી (CRA) સિસ્ટમ દ્વારા ઓનલાઇન અરજી દાખલ કરી શકે છે. આ ઉપરાંત કર્મચારીઓ તેમના સંબંધિત નોડલ ઓફિસમાં ભરેલા ફોર્મ જમા કરાવીને ઓફલાઇન અરજી કરી શકે છે. સરકારે તમામ નોડલ ઓફિસોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ અરજીઓનો સમયસર નિકાલ લાવે.

આ પણ વાંચો : ‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and ...

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ…

અમદાવાદના દધીચિ બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ, બે જાંબાઝ યુવાનોએ બચાવ્યો જીવ...

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

1 month ago
નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

5 months ago
‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

‘વિશ્વને ખતરનાક સંકેત…’ વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ભડક્યા ક્યૂબાના રાજદૂત, ભારત પાસે માંગી…

4 months ago
ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends…

ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News