gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ | Police arrest four people…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાતમાં એમ્બરગ્રીસ ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદે એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 8.70 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ, પોલીસે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજની બાજુમાં આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી ચાર શખ્સોને વોચ ગોઠવીને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એમ્બરગ્રીસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને પકડેલા ચાર આરોપીઓ પાસેથી કુલ 8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળ્યા હતા. બજારમાં આ પદાર્થની કિંમત રૂપિયા 8,70,40,000 છે. 

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ 2 - image

સુરતથી લાવી અમદાવાદમાં વેચાવાના હતા

ઝડપાયેલા ચાર આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપુત (ઉં.વ.21), શષાંક પાંડે(ઉં.વ.29), એજેક્સ વ્યાસ(ઉં.વ.23) અને જતીન પાટીલ(ઉં.વ.25) તરીકે થઈ છે. આરોપી અમદાવાદના નરોડા અને ન્યુ મણિનગર વિસ્તારના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ એમ્બરગ્રીસનો જથ્થો સુરત ખાતે રહેતા બિપિન સોલંકી નામના એક શખસ પાસેથી મેળવ્યો હતો. આરોપી એમ્બરગ્રીસના વેચાણ માટે ગ્રાહકો શોધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. 

શું હોય છે વ્હેલની ઉલટી?

આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં ‘ગ્રે અંબર’ થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે. 

આ પણ વાંચો: ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. 

અમદાવાદમાં રૂ.8.70 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો, ચારની ધરપકડ 3 - image

આટલી મોંઘી કેમ?

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું | fil…

VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું | fil...

ઓપરેશન ‘સાગર-બંધુ’ : દીતવાહ ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય : NDRFની ટીમ મોકલી | Operation …

ઓપરેશન 'સાગર-બંધુ' : દીતવાહ ત્રસ્ત શ્રીલંકાને ભારતે 12 ટન જેટલી સહાય : NDRFની ટીમ મોકલી | Operation ...

ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

7 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા? | G…

ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા? | G…

11 months ago
આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

આપણે ન્યાયના મંદિરો તો બનાવ્યા પણ તેના દરવાજા ખૂબ સાંકડા રાખ્યા, CJI કઈ વાતે ચિંતિત? | We have built…

10 months ago
બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

બાજવા – અમદાવાદ ૯૬ કિ.મી. સેકશનમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાઈ | Bajwa Ahmedabad 96 km Shield system in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News