gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં ખાતરની અછત: ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર | chhota …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં ખાતરની અછત: ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે 3 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર | chhota …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Fertilizer Shortage in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતર બાદ હવે પાકને ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. મકાઈના પાકને બચાવવા માટે ખેડૂતો રાત-દિવસ એક કરીને ખાતર મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. આજે વહેલી સવારથી જ છોટાઉદેપુરના ‘પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર’ (IFFCO) બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ખેડૂતો રાત્રે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહીને ખાતર મળવાની આશા રાખી રહ્યા છે. જોકે, અનેક ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.

અડધી રાતથી લાઈનોમાં ઉભા રહેવા ખેડૂતો મજબૂર 

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ખાતર ડેપો પર ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે ખેડૂતોને ખાતરની એક થેલી મેળવવા માટે અડધી રાતથી જ લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી છે. રાત્રી દરમિયાન લાઈન લગાવ્યા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર મળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

ડેપો પર જથ્થાનો અભાવ અને ખેડૂતોની રઝળપાટ વાવણીના સમયે જ્યારે પાકને ખાતરની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ જિલ્લાના ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી. જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે એક ગામથી બીજે ગામ અને એક ડેપોથી બીજા ડેપો પર રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. ખાતર સમયસર ન મળવાને કારણે પાક ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને જગતનો તાત ગંભીર ચિંતામાં મુકાયો છે.

હું છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું: ખેડૂત

આ અંગે લાઈનમાં ઉભેલા ખેડૂત જીનાભાઈ ફતુ ભાઈ રાઠવાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘મકાઈના પાકમાં અત્યારે ખાતર નાખવું ખૂબ જરૂરી છે. હું છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું. અગાઉ તેજગઢ અને જેતપુર પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ ખાતર ન મળ્યું. આજે અહીં આવ્યો છું, જો મળી જાય તો ઠીક છે, બાકી પાકને નુકસાન થવાની ભીતિ છે.’

જ્યારે અન્ય એક વૃદ્ધ ખેડૂત રાઠવા પારસિંગભાઈ હમજીયાભાઈ (રહે. બાલાવટ) એ જણાવ્યું હતું કે, ‘હું 30 કિલોમીટર દૂર બાલાવટ ગામથી આવ્યો છું. રાત્રે 3 વાગ્યે ઉઠીને અહીં લાઈનમાં ઉભો છું. આ મારો ત્રીજો ધક્કો છે. ખાતરની ગાડી આવી છે પણ પૂરતો જથ્થો મળશે કે કેમ તે નક્કી નથી. રાત ઉજાગરા કરીને લાઈનમાં ઉભા રહેવું પડે છે, જેનાથી અમને ખૂબ તકલીફ પડી રહી છે.’

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ જ્યારે પાકને ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું પડે છે. તંત્ર દ્વારા સત્વરે પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i…

અમદાવાદના મેમનગરમાં નવો રોડ બન્યો પણ ગટરનાં ઢાંકણાં ગાયબ, ખુલ્લી ગટરમાં કાર ખાબકી | Car tire falls i...

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm...

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

2 years ago
રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

5 months ago
મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

9 months ago
વાઘાવાડી રોડ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત | A young woman died in an accident between…

વાઘાવાડી રોડ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં યુવતીનું મોત | A young woman died in an accident between…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News