BJP Waqf Reform Awareness Campaign : ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં ‘વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશ 20 એપ્રિલથી 5 મે સુધી ચાલશે. વક્ફ કાયદામાં ફેરફારોને લઈને કોંગ્રેસ અને તેમના સહયોગીયો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ દૂર કરવા અને મુસ્લિમ સમાજને આ સુધારાઓના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો ભાજપનો ઉદ્દેશ્ય છે.
દિલ્હીના ભાજપના મુખ્યાલય ખાતે એક વર્કશોપથી ‘વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન’ ઝુંબેશની શરૂઆત થઈ હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો.