![]()
જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી છે.
જામનગર શહેરના પ્રથમ દરોડો ગ્રેઇન માર્કેટ, ખાંડ બજાર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા મહેબુબ મહેસાનરબારૂમી, ઈસુબ ગુલમામદ બાબવાણી, સંજય કારાભાઈ તેમજ ઉંમર હાજી ખફીની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,620ની રોકડ રકમ કબજે કરી છે.
જુગાર નો બીજો દરોડો લંઘાવાડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા હુસેન ઇબ્રાહિમભાઈ લંઘા, અકબર મહમદભાઈ ખૂંભિયા તેમજ યાસીન અકબરભાઈ ખુંભિયા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 12,370ની રોકડ રકમ અને જુગારની સામગ્રી કબજે કરી છે.










