gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત …
1
VIEWS
Share on FacebookShare on Twitter

IAS Officer Santosh Verma: અશોભનીય અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે, મધ્યપ્રદેશ સરકારે IAS અધિકારી અને અજાક્સ (AJAKS)ના પ્રદેશ અધ્યક્ષ સંતોષ વર્મા વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આ અધિકારીને નોકરીમાંથી બરતરફ કરવા માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી દેવાયો છે. મુખ્યમંત્રી મોહન યાદવના આદેશના અનુસંધાનમાં, વર્માને તેમના પદ પરથી હટાવીને કોઈ કામગીરી સોંપ્યા વિના GAD(સામાન્ય વહીવટ વિભાગ)માં ‘અટૅચ’ કરી દેવાયા છે.

વિવાદિત નિવેદન બન્યું કારણ

આ કાર્યવાહી માટેનું કારણ IAS વર્માએ 23 નવેમ્બરના રોજ ભોપાલમાં AJAKSના સ્ટેટ લેવલ કન્વેન્શનમાં આપેલું વિવાદાસ્પદ નિવેદન છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી મારા દીકરાને દાન ન કરી દે, ત્યાં સુધી તેને(દીકરાને) રિઝર્વેશન મળવું જોઈએ.’

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં, બ્રાહ્મણ સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો. પરિણામે, માત્ર રાજ્યમાં જ નહીં પણ સમગ્ર દેશમાં સંતોષ વર્મા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.

વર્માની આ ટિપ્પણીથી નારાજ થઈને 65 બ્રાહ્મણ સંગઠનોએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કરવાની અને 14 ડિસેમ્બરે મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો પગલાં નહીં લેવાય, તો આખા રાજ્યમાં બંધની તૈયારી કરવામાં આવશે.

હાઈકોર્ટ SC-STને સિવિલ જજ નથી બનવા દેતું: વર્મા

આ દરમિયાન, વર્માની અન્ય એક તાજેતરની ટિપ્પણીથી વિવાદમાં ઘી હોમાયું, જ્યારે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘આ હાઈકોર્ટ જ છે જે ST કેટેગરીના બાળકોને સિવિલ જજ બનતા અટકાવી રહી છે… આ એ જ હાઈકોર્ટ છે જેની પાસેથી આપણે બંધારણનું પાલન કરવાની ગેરંટી માંગીએ છીએ.’

CM મોહન યાદવે સખત કાર્યવાહીનો આદેશ આપ્યો

આ પછી, મોડી રાત્રે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી મોહન યાદવે સંતોષ વર્મા કેસની નોંધ લીધી છે અને GADને સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘વર્માએ રાજ્ય વહીવટી સેવામાંથી ભારતીય વહીવટી સેવા(IAS)ના પ્રમોશન ઓર્ડરમાં છેતરપિંડી કરી હતી અને તેમની વિરુદ્ધ વિવિધ કોર્ટમાં ફોજદારી કેસ પેન્ડિંગ છે. સરકારે આના તરત બાદ જ બરતરફીનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.’

આ પણ વાંચો: પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

સરકારે વધુમાં કહ્યું કે, ‘બનાવટી અને મનઘડંત દસ્તાવેજોના આધારે ‘ઇન્ટિગ્રિટી સર્ટિફિકેટ’ મેળવવાના આરોપમાં વર્મા સામે વિભાગીય તપાસ તેના અંતિમ તબક્કામાં છે અને હાલના કેસમાં કારણ બતાવો નોટિસ પર તેમનો જવાબ સંતોષકારક નથી. તેઓ સતત ગેરવ્યાજબી નિવેદનો આપી રહ્યા છે અને તેથી તેમની સામે ‘ચાર્જશીટ’ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

જણાવી દઈએ કે રાજ્ય સરકાર IAS અધિકારીઓને સસ્પેન્ડ કરી શકે છે, પરંતુ તેમને બરતરફ કરી શકતી નથી, કારણ કે આ સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, જે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી લાગુ થાય છે.

બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …
INDIA

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

May 9, 2026
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…
INDIA

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…

May 9, 2026
VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…
INDIA

VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…

May 9, 2026
Next Post
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા | Former Home …

પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા | Former Home ...

બોગસ સહી કરી વડોદરાના વેપારી દ્વારા બેંકમાંથી રૂ.2.95 લાખ ઉપાડી લઈ ઠગાઈ | Vadodara businessman cheat…

બોગસ સહી કરી વડોદરાના વેપારી દ્વારા બેંકમાંથી રૂ.2.95 લાખ ઉપાડી લઈ ઠગાઈ | Vadodara businessman cheat...

બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi…

બુટ ચંપલ ન ધંધામાં રોકાણ કરાવી મહિલા સાથે 2.70 લાખની ઠગાઈ | Woman cheated of Rs 2 70 lakh by investi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

6 months ago
સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

2 days ago
વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો ‘દરિયાની દીકરી’ માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી…

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો ‘દરિયાની દીકરી’ માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધી…

6 months ago
ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી …

ઓપરેશન સિંદૂર તો માત્ર ટ્રેલર હતું, અમે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News