gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં ‘પેકેજ ઓફર’, પોલીસના આંખ આડા કાન? | M…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં ‘પેકેજ ઓફર’, પોલીસના આંખ આડા કાન? | M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

High-Profile Drugs and Sex Racket : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે જગજાહેર વાત છે, પરંતુ હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે જે નવો ટ્રેન્ડ સામે આવ્યો છે તેણે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી દીધા છે. નવા વર્ષની ઉજવણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્ર માત્ર દારૂનો જથ્થો પકડ્યાના આંકડા અને તેનો નાશ કર્યાના વીડિયો બતાવવામાં વ્યસ્ત છે. બીજી બાજુ મેગા સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં ‘એમડી ડ્રગ્સ અને રૂપલલનાઓ’નું એક અત્યંત ખતરનાક અને હાઈ-પ્રોફાઈલ રેકેટ ફૂલીફાલી રહ્યું છે. એવું કહેવાય છે કે, શરીર સુખ અને નશાનો આ ખેલ પોલીસ તંત્રના નાક નીચે ચાલી રહ્યો છે, જેથી શંકાની સોય સીધી વહીવટી તંત્રની દાનત પર તંકાઈ રહી છે.

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન? 2 - image

પોલીસના નાક નીચે હાઈ-પ્રોફાઈલ ‘ડિજિટલ રેકેટ’ 

મળતી માહિતી મુજબ અમદાવાદના એસ.જી. હાઈવે, સિંધુ ભવન અને અન્ય પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં અથવા ખાનગી એજન્ટો દ્વારા એક ભયાનક પેકેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને માત્ર શરીર સુખ જ નહીં, પરંતુ તેની સાથે ‘એમડી ડ્રગ્સ’નો નશો પણ પીરસવામાં આવે છે. આ ગોરખધંધાનો ભાવ રૂ. 10,000થી લઈને 2,00,000 સુધીનો બોલાય છે. એક તરફ રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ડ્રગ્સ પેડલરો અને દેહવ્યાપારના દલાલો બેખૌફ બનીને વોટ્સએપ સ્ટેટસ પર જાહેરાતો કરી રહ્યા છે. શું આ છે ‘ડિજિટલ ગુજરાત’નું નવું મોડેલ? શું સાયબર ક્રાઈમ અને પોલીસનું ઇન્ટેલિજન્સ યુનિટ એટલું પાંગળું છે કે વોટ્સએપ પર ખુલ્લેઆમ મોકલાતા આ મેસેજ કરનારાને પકડી ના શકે? કે પછી ‘હપ્તા’ના જોરે બધું ‘ઓલ ઇઝ વેલ’ છે?

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન? 3 - image

‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ માત્ર ભાષણોમાં? 

ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય વારંવાર રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાના દાવા કરે છે અને કરોડોનું ડ્રગ્સ પકડ્યાની વાહવાહી લૂંટે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છૂટક વેચાણ અને આ પ્રકારના ‘કોમ્બો પેકેજ’ની ડિલિવરીઓ અટકાવવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. જો દલાલો બિન્દાસ રીતે ડ્રગ્સ અને યુવતીઓ (જેમાં નોર્થ ઈસ્ટ અને થાઈલેન્ડની યુવતીઓનો પણ સમાવેશ થાય છે) સપ્લાય કરી શકતા હોય, તો તેનો સીધો અર્થ એ છે કે ડ્રગ્સ માફિયાને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. શું પોલીસને આટલા મોટા રેકેટની ગંધ પણ નહીં આવતી હોય? આ વાત ગળે ઉતરે તેવી નથી. આ સ્થિતિ સૂચવે છે કે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મોટો સડો પેંસી ગયો છે.

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન? 4 - image

વોટ્સએપ સ્ટેટસથી મૂકીને જાહેરાત, પોલીસની મિલીભગતની આશંકા 

આ રેકેટમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ પ્રકારના પેકેજ ઓફર કરવાની મોડસ ઓપરેન્ડી હાઈ-ટેક હોવાની સાથે બેખૌફ પણ છે. આ રેકેટ ચલાવનારા દલાલો વોટ્સએપ સ્ટેટસ મૂકીને તેમની પસંદગીના ગ્રાહકોને મેસેજ પહોંચાડી દે છે. ત્યાર પછી ગ્રાહક સંપર્ક કરે અને એક દિવસ કે રાત માટે એમડી ડ્રગ્સ અને યુવતી મોકલાય છે. સવાલ એ છે કે, સામાન્ય નાગરિકો થર્ટી ફર્સ્ટના ચેકિંગના કારણે ડરતા હોય, ત્યારે આ તત્ત્વો આટલી સરળતાથી ડ્રગ્સ અને દેહનો વેપાર કેવી રીતે કરી શકે? શું પોલીસ પેટ્રોલિંગ માત્ર સામાન્ય સામાન્ય લોકોને હેરાન કરવા માટે જ છે? જાણકારોનું માનવું છે કે, સ્થાનિક પોલીસની રહેમનજર કે સીધી સંડોવણી વગર આટલા મોટા પાયે આવું નેટવર્ક ચલાવવું અશક્ય છે. 

ડ્રગ્સના રવાડે ચઢીને ગુજરાતનું પણ ‘ઉડતા ગુજરાત’ તરફ પ્રયાણ? 

એક સમયે કાયદો અને વ્યવસ્થા માટે વખણાતું ગુજરાત પણ હવે પંજાબની જેમ ‘ઉડતા ગુજરાત’ બનવા તરફ અગ્રેસર હોય તેવું લાગી રહ્યું છે. 10 હજારથી 2 લાખ સુધીની રકમ ખર્ચીને શ્રીમંત નબીરા ડ્રગ્સ અને યુવતીઓ ખરીદી રહ્યા છે. દલાલો પણ આ રેકેટમાં નોર્થ ઈસ્ટ અને થાઈલેન્ડની યુવતીઓનો ઉપયોગ કરીને યુવાનોને ‘વિદેશી યુવતી’ના નામે આકર્ષી રહ્યા છે. જો ગુજરાત સરકાર માત્ર દરિયા કિનારેથી પકડાતા ડ્રગ્સના ફોટા પડાવીને સંતોષ માનતી હોય, તો તેમણે શહેરની ગલીઓમાં ઘૂસી ગયેલા આ દૂષણને જોવાની જરૂર છે. ગૃહ મંત્રી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જોવું જોઈએ કે શહેરનો યુવા વર્ગ કેવી રીતે બરબાદીના રસ્તે ધકેલાઈ રહ્યો છે.

સલામત રાજ્ય ‘નશાના અડ્ડા’ તરીકે ઓળખાય તો નવાઈ નહીં 

થર્ટી ફર્સ્ટ નજીક છે ત્યારે માત્ર દારૂડિયાઓને પકડવાને બદલે પોલીસે આવા ડ્રગ્સ અને દેહવ્યાપારના રેકેટના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. જો કે, તંત્ર જે રીતે વર્તી રહ્યું છે તે જોતા લાગે છે કે તેઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસે પગાર લેતા અધિકારીઓ અને સત્તાના નશામાં રાચતા નેતાઓ જો જાગશે નહીં, તો ગુજરાતની ઓળખ ‘સલામત રાજ્ય’ને બદલે ‘નશાના અડ્ડા’ તરીકેની થઈ જશે. શું સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ, પોલીસ ખાતામાં રહેલા ભ્રષ્ટ તત્ત્વો અને આ રેકેટના મુખ્ય સૂત્રધારો સામે લાલ આંખ કરશે કે પછી દર વખતની જેમ તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવશે એ જોવું રહ્યું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove…

વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove...

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the…

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the …

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના 5 ફરાર આરોપી પૈકી 1 ની અટકાયત | 1 of the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

10 months ago
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

4 months ago
ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

1 year ago
જેતપુરમાં સાડીના વૃધ્ધ વેપારીને બ્લેકમેઈલ કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for blackmailing elderly…

જેતપુરમાં સાડીના વૃધ્ધ વેપારીને બ્લેકમેઈલ કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for blackmailing elderly…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News