gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: વિદેશમાં નોકરીનું વળગણ ગુજરાતના 10 યુવકોને ભારે પડ્યું છે. સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના ગુંજન શાહ સહિત ગુજરાતના કુલ દસ યુવકો નોકરીની લાલચે ગયા બાદ મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા વીસ દિવસ અટવાયા બાદ યુવકોએ વીડિયો વાયરલ કરી મદદ માટે પોકાર લગાવ્યો છે. 

મોઢે માસ્ક, ચહેરા પર ચિંતા, વીડિયો કર્યો વાયરલ

વાયરલ વીડિયોમાં અનેક યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવકે આપવીતી જણાવતાં કહ્યું હતું કે ‘અમને દગો કરીને અહીં લાવવામાં આવ્યા છે. અમને કામ આપવાના બહાને કહ્યું હતું કે તમને ડેટા એન્ટ્રીનું કામ મળશે. કોઈને જાહેરાત કરવાની લાલચ આપી બોલાવવામાં આવ્યા, અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમને અલગ જ કામ કરાવે છે એ પણ બળજબરીપૂર્વક, અમને ક્યાંય જવા પણ નથી દેતા અને 14થી 18 કલાક સુધી કામ કરાવે છે.’ વીડિયોમાં ઘણા બધા યુવકો અને યુવતીઓ છે જે મોઢે માસ્ક પહેરી ઊભા છે. 

મ્યાનમારમાં માયાવાડી વિસ્તારમાં લીધો આશરો

વધુમાં યુવકે જગ્યાનું નામ આપતાં જણાવ્યું કે ‘અમને કંપનીમાંથી નીકળવાનો મોકો મળ્યો એટલે મ્યાનમારમાં માયાવાડી કરીને વિસ્તાર છે જ્યાં એક NGO છે ત્યાં 4 ડિસેમ્બરથી અમે રોકાયેલા છીએ, 7 તારીખે અમારું ઈમિગ્રેશન થઈ ચૂક્યું છે. પરંતુ અમારી પાસે ફોન નથી એટલે અમે કોઈનો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે દરેક રાજ્યમાંથી અહીંયા લોકો ફસાયેલા છે. જો તમને આ વીડિયો મળે તો અમને અહીંથી કાઢવાનો પ્રયાસ કરો’

અમદાવાદ ક્રાઇમનો વીડિયો જોયો અને ફસાયા હોવાની ખબર પડી!

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારના રેકેટ બાબતે લોકોને જાગૃત કરતો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેને જોયા બાદ પોતે પણ ફસાયા અને છેતરાયા હોવાનું પ્રતીત થતાં કંપનીમાંથી ગુજરાતના 10 સહિત દેશના અનેક રાજ્યોના યુવકો કંપનીમાંથી છટકબારી શોધી ભાગી છૂટયા હતા. જેમાંથી સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવક પણ વીસથી વધુ દિવસથી ત્યાં ફસાયો છે. પરિવારને ફસાયેલા યુવકો અંગે જાણ થતાં તે ચિંતાતુર બન્યો છે. અને ગુજરાત અને ભારત સરકારને યોગ્ય મદદ માટે રજૂઆત કરી રહ્યો છે. 

આ પણ વાંચો: અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું આયોજન

ગુંજન શાહની માતાએ ગળે ડૂમો ભરાયેલી શબ્દોમાં કહ્યું કે ‘મારો દીકરો થાઇલૅન્ડના તાકમાં ચાર મહિનાથી ગયો હતો છેલ્લા 20 દિવસથી તેમણે અજુગતું લાગતાં ત્યાંથી નીકળી મ્યાનમાર જઈ ત્યાં ફાઇલ રિપોર્ટ આપી દીધા છે. જે અમે પણ સરકારને સોંપી દીધા છે પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. અમે મીડિયા દ્વારા ધ્યાન દોરવા માંગીએ છીએ કે દરેક ભારતીય છોકરા જે ફસાયા છે તેમણે પરત ભારત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવે. ફસાયેલા ગુંજન શાહના પિતાએ કહ્યું કે ત્યાંની સરકારે ઈમિગ્રેશન મંજૂર કરી દીધું છે ભારત સરકાર મદદ કરે તેવી આશા છે. 

ગુજરાતના ફસાયેલા 10 યુવકોની યાદી, જેમાં ખેડાના બે, સુરતના બે, વડોદરાના ત્રણ તો રાજકોટ, નવસારી અને આણંદના એક એક યુવકો છે.

ક્રમ નામ સ્થળ
૧. મલેક ફૈઝલહુસેન મોહમ્મદહનીફ ખેડા
૨. શેખ મોહમ્મદશાન સલીમમિયા ખેડા
૩. મિંજારાલા હીત રજનીકાંત સુરત 
૪. ગુંજન જયેશકુમાર શાહ વડોદરા
૫. પરમાર દેવાંગકુમાર વડોદરા
૬. બિમલ જીતિયા રાજકોટ
૭. જતીન ગેડિયા સુરત
૮. ચવ્હાણ શુભમ વડોદરા
૯. પટેલ પ્રિન્સ રમેશભાઈ નવસારી
૧૦. પટેલ જયકુમાર સતીષભાઈ આણંદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક…

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: 'રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?' સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક...

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga…

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga...

ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો, અનેક નેતાઓ ભાજપમાં જોડાયા | Maharashtra Municipal Cor…

ગઠબંધન કરતા જ ઉદ્ધવ અને રાજ ઠાકરેને મોટો ઝટકો, અનેક નેતાઓ ભાજપમાં જોડાયા | Maharashtra Municipal Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

6 months ago
શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

શેખ હસીનાના ભાષણથી બાંગ્લાદેશી સરકાર ભડકી, ભારતને ચેતવણી આપી | Bangladesh Warns India: Sheikh Hasina…

7 months ago
સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય | Injustice with senior employees over…

સિહોર ન.પા.માં પગાર વધારા મુદ્દે સિનિયર કર્મચારીઓ સાથે અન્યાય | Injustice with senior employees over…

4 months ago
એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

એસબીઆઈ સાથે છેતરપિંડી મામલે વધુ 4 આરોપી જબ્બે | 4 more accused arrested in SBI fraud case

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News