gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય | Gujarat De…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Tiger State: ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ 33 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતને ફરીથી ‘વાઘની હાજરી ધરાવતું રાજ્ય’ જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે.  નોંધનીય છે કે છેલ્લા 10 મહિનાથી ચાર વર્ષનો વાઘ દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો હોવાના પૂરાવા મળ્યા છે, અને ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.

રતનમહાલ બન્યું વાઘનું નવું સરનામું

દાહોદ જિલ્લામાં આવેલું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય આ ઐતિહાસિક જાહેરાતનું મુખ્ય કારણ બન્યું છે. છેલ્લા 10 મહિનાથી રતનમહાલના જંગલોમાં એક નર વાઘ ટ્રેપ કેમેરામાં સતત કેદ થઈ રહ્યો છે. આ વાઘે આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યું હોવાના નક્કર પુરાવા મળતા NTCAએ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ‘ડિજિટલ નેટવર્ક’, અધિકારીઓની ગાડીઓની રેકી કરતા ઓડિયો વાઈરલ

હવે ‘ટાઈગર રિઝર્વ’ બનાવવાની તૈયારી!

મળતી માહિતી અનુસાર, ગુજરાત વન વિભાગ આ ઉપલબ્ધિને પગલે હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેને લઈને વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. વાઘ માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત વાઘના સંરક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે.

વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ

અત્યાર સુધી ગુજરાતની ઓળખ વિશ્વભરમાં માત્ર ‘એશિયાટિક સિંહો’ના ઘર તરીકે હતી, પરંતુ હવે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો મળતા પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની ખ્યાતિ વૈશ્વિક સ્તરે વધશે. વન્યજીવ નિષ્ણાતો માને છે કે આનાથી ઈકો-ટુરિઝમને વેગ મળશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે.

33 વર્ષ બાદ ગુજરાત ફરી 'ટાઈગર સ્ટેટ', સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય 2 - image

વાઘ માટે અનુકૂળ ઇકો સિસ્ટમ વિકસાવાશે: વન મંત્રી

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના પ્રાથમિક અહેવાલમાં પણ ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ ગુજરાતમાં હાલમાં એક વાઘની વસ્તી સત્તાવાર રીતે નોંધાઈ છે. રાજ્યમાં વાઘ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ વિકસાવવાની પૂરતી શક્યતાઓ છે. આ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે આ અહેવાલમાં વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે. આ અંગે કોઇ ઓફિશિયલી પત્ર  NTCA મારફતે વનવિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળ્યો છે.  તે પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગે અગાઉથી કેટલાક પગલાં લઇને અહીંયા ઇકો સિસ્ટમ ડેવલોપ થાય તે માટે પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં સરકારા દ્વારા વન્ય પ્રાણી અને વન્ય સિસ્ટમને જાળવી રાખવા માટે મક્કમ છે. આગામી જરૂરી ઇકો સિસ્ટમ ઉભી તે માટે જે પણ જરૂરી પગલાં હશે તે ભરવામાં આવશે. 

ત્રણ ‘બિગ કેટ’ ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત

મંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાત હવે એશિયાટીક સિંહ અને દીપડા બાદ વાઘની હાજરી સાથે ત્રણ મુખ્ય ‘બિગ કેટ’ પ્રજાતિઓ ધરાવતું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે મક્કમ છે.

આગામી દિવસોમાં વાઘના સંવર્ધન અને સુરક્ષા માટે કેન્દ્રીય સંસ્થાઓ સાથે મળીને વધુ આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ગુજરાતની વન સમૃદ્ધિમાં વધારો થઈ શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

May 9, 2026
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …
GUJARAT

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

May 9, 2026
અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…
GUJARAT

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

May 9, 2026
Next Post
ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:…

ઘરે બેઠા ₹10 હજાર કમાવાની લાલચ પડી ભારે: અમદાવાદની મહિલાએ ગુમાવ્યા ₹72 હજાર | Ahmedabad Cyber Fraud:...

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ‘ડિજિટલ નેટવર્ક’, અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal …

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું 'ડિજિટલ નેટવર્ક', અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal ...

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો…

થર્ટી ફર્સ્ટ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના લીસ્ટેડ બુટલેગરનો 10.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

2 months ago
યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારીને રૃા.૧.૦૫ લાખ કરાઈ | msu hikes fees for foreign students

યુનિ.માં વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારીને રૃા.૧.૦૫ લાખ કરાઈ | msu hikes fees for foreign students

5 months ago
જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

3 months ago
ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ…

ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News