gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ | h…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ | h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Happy New Year Link Scam: વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે જાગૃતિ જ તમારો સૌથી મોટો બચાવ છે. હાલમાં ‘હેપ્પી ન્યૂ યર’ની આકર્ષક લિન્ક મોકલીને છેતરપિંડી કરવાનું નવું કાવતરું ચાલી રહ્યું છે, જેને ખોલતા જ તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. સ્ટેટ સાયબર સેલે હાઈએલર્ટ વચ્ચે માત્ર બે દિવસમાં 17.72 કરોડ રૂપિયા બચાવી લીધા છે. જોકે, ડિસેમ્બરના 30 દિવસમાં ઠગાઈ ગયેલા 121 કરોડમાંથી માત્ર અડધી રકમ પરત મેળવી શકાઈ છે, જ્યારે લોકોએ પોતાની મહેનતના 60 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

ગુજરાતમાં સાયબર ફ્રોડથી 30 જ દિવસમાં લોકોના 121 કરોડ ગયાં

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે ડિસેમ્બર મહિના દરમિયાન સાયબર ફ્રોડ હેલ્પલાઈન ઉપર ફ્રોડ થવાથી 121 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યાના કોલ આવ્યા તેમાંથી 61 કરોડ રૂપિયા બચાવ્યાં છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતભાગના બે દિવસ તા. 28-29ના નોંધપાત્ર સફળતા મળી હતી. 28 ડિસેમ્બરે 1930 હેલ્પલાઈન ઉપર સાયબર ફ્રોડ સંદર્ભે 658 કોલ આવ્યા હતા. આ પૈકી એક કોલ સમયસર આવતાં ત્વરિત કાર્યવાહીથી 1.57 કરોડ રૂપિયા ઠગાઈ કરાય તે પહેલાં બચાવી લેવાયા હતા. 

‘ગોલ્ડન અવર’નું મહત્ત્વ: ઠગાઈ બાદ તુરંત જાણ કરવાથી પૈસા પરત મળ્યા

તા. 29 ડિસેમ્બરે 1115 કોલ આવ્યાં તેમાં 10.54 કરોડના ઈ-ચીટિંગમાંથી 85 ટકા રકમ એટલે કે 9.04 કરોડ બચાવાયા હતા. બીજી ઘટનામાં 7.12 કરોડની ઓનલાઈન ઠગાઈ થયાનો કોલ આવતાં ત્વરિત કામગીરીથી 7.11 કરોડ બચાવાયા હતા. ઠગાઈ થયાની જાણ થાય એટલે તરત 1930 હેલ્પલાઈન ઉપર કોલ કરવાથી આ ગોલ્ડન અવરમાં પૈસા બચવાની સંભાવના વધી જાય છે.

121 કરોડની લૂંટ બાદ હાઈએલર્ટ: સાયબર સેલની જનતાને તાકીદ

વર્ષ 2025નો ડિસેમ્બર મહિનો ભારે રહ્યો હોય તેમ 121 કરોડ રૂપિયાના સાયબર ચીટિંગ વચ્ચે હવે અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે નવા વર્ષ 2026ના આગમનને વધાવવાના બહાને ઠગાઈ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે એલર્ટ જાહેર કર્યું છે કે, ‘હેપ્પી ન્યૂ યર’ લખાણ સાથે નવા વર્ષની શુભકામના હોય તેવા મેસેજ સાથે લિન્ક હોય તો ચેતજો. 

આ પણ વાંચો: અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોની અવર-જવરની ટાઈમિંગ બદલાઈ

ડિજિટલ સેફ્ટી ટિપ્સ: અજાણી લિંક્સથી દૂર રહી નવા વર્ષને સુરક્ષિત બનાવો

જો અજાણ્યા નંબરથી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથે લિન્ક હોય તો સાયબર ફ્રોડ થવાની ભીતિ છે. વોટ્‌સ-એપ ઉપર ગ્રિટીંગ્સ કાર્ડ કે ગિફ્‌ટ મોકલી હોવાના બહાને લિન્ક ખોલવા કહેવાશે. અજાણ્યા વોટ્‌સ-એપ નંબરથી મોકલેલી લિન્ક ખોલશો તો તમારા ફોનનો ડેટા ચોરી લેવાશે અથવા તો ફોન હેક કરી તેનાથી બેન્કીંગ કરી પૈસા સેરવી લેવાય તેવું બની શકે છે. હેકર આ રીતે લિન્કથી તમારા ફોનમાં વાયરસ એન્ટર કરીને બેન્ક ખાતાં, તેના ઓટીપી, ફોન ગેલેરી તેમજ કોન્ટેક્ટ નંબર્સ સહિતની વિગતો મેળવી લેશે. 

અજાણી પીડીએફ કે ફાઈલ ડાઉનલોડ કરવાનું ટાળો

ગંભીર બાબત એ છે કે, સરકારી વિભાગ, નેતા, મંત્રી, આગેવાન કે કંપનીના નામે લિન્ક મોકલાય તેવું બની શકે છે. કોઈ કિસ્સામાં લિન્કથી વાયરસ મોકલી તમારા ફોન ઉપર આવતાં કોલ કે અન્ય વાતચિત રેકોર્ડિંગ કરવા, પીડીએફ – પીપીટી કે ડેટા ફાઈલ ચોરી લેવા, તમને જીપીએસ લોકેશનથી સતત ટ્રેક કરવા અને તમારા સોશિયલ નેટવર્કનું મેપિંગ કરવા સુધીના કૃત્ય આચરી શકે છે. અજાણ્યા નંબરથી આવેલી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથેની લિન્ક નહીં ખોલવા ચેતવણી અપાઈ છે.

'હેપ્પી ન્યૂ યર' મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…
GUJARAT

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

May 14, 2026
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …
GUJARAT

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

May 14, 2026
Next Post
અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re...

બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા…

બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું પંચમહાલ, 5 ગામમાં અધૂરા પુરાવાના આધારે 1048 લગ્નની નોંધણી પકડા...

આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે

આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

1 month ago
તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો | a…

તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો | a…

6 months ago
દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી | Rain in Valsa…

દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી | Rain in Valsa…

7 months ago
દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib…

દબાણ હટાવવાની જવાબદારીમાંથી છટકવા સરમુખત્યાર જેવો નિર્ણય | A dictatorial decision to evade responsib…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News