gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સૌથી સ્વચ્છ શહેર’ ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 7ના મોત, 149 હૉસ્પિટલમાં દાખલ; અધિકારીઓ વિરુદ્ધ કાર્…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in INDIA
0 0
0
‘સૌથી સ્વચ્છ શહેર’ ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 7ના મોત, 149 હૉસ્પિટલમાં દાખલ; અધિકારીઓ વિરુદ્ધ કાર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indore Water Contamination Deaths: જે ઇન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી સતત ‘દેશના સૌથી સ્વચ્છ શહેર’નો ઍવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું. આ જળ પ્રદૂષણ સંકટે અત્યાર સુધીમાં 7 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.

સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ગંભીર બેદરકારી

તપાસમાં બહાર આવ્યું છે કે એક પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનની બરાબર ઉપર સેફટી ટેન્ક વગરનું શૌચાલય બનાવી દેવામાં આવ્યું હતું. આ બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી પાઇપલાઇનના લીકેજ વાટે પીવાના શુદ્ધ પાણીમાં ભળ્યું અને આખરે તે લોકોના ઘર સુધી પહોંચ્યું.

મોતનો આંકડો અને હૉસ્પિટલોની સ્થિતિ

મેયર પુષ્યમિત્ર ભાર્ગવે આ ઘટનામાં 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે આરોગ્ય વિભાગ હાલમાં 3 સત્તાવાર મોત ગણાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 149થી વધુ લોકો ગંભીર ઝાડા-ઊલટીના કારણે હૉસ્પિટલમાં દાખલ થયા છે, જેમાંથી 116 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

તંત્ર દ્વારા કડક કાર્યવાહી

ઇન્દોરની સ્વચ્છ શહેર તરીકેની પ્રતિષ્ઠિત છબીને આ ઘટનાથી મોટો ધક્કો લાગ્યો છે, જેને પગલે સ્થાનિક તંત્ર હવે સફાળું જાગીને એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં વોટર સપ્લાય વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરજમાં નિષ્કાળજી બદલ સબ-એન્જિનિયરને પણ તેમની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય સંકલન જાળવવામાં નિષ્ફળ રહેલા ઝોનલ ઑફિસર વિરુદ્ધ પણ સસ્પેન્શનની આકરી કાર્યવાહી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો: દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરૂઆત

પીડિત પરિવારોનો રોષ

પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો ભારે આક્રોશમાં છે. 29 વર્ષીય ઉમા કોરીના પતિ બિહારીએ કહ્યું, ‘મારા નાના બાળકો હવે તેમની માને શોધી રહ્યા છે. શું આ જ સ્વચ્છ શહેરની વ્યાખ્યા છે? કોઈકની બેદરકારીએ મારો આખો પરિવાર વિખેરી નાખ્યો.’ અન્ય લોકોએ પણ ફરિયાદ કરી હતી કે પાણી એક અઠવાડિયાથી કડવું અને ગંદુ આવી રહ્યું હતું, પરંતુ વારંવારની રજૂઆત છતાં કોઈએ ધ્યાન આપ્યું નહોતું.

'સૌથી સ્વચ્છ શહેર' ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 7ના મોત, 149 હૉસ્પિટલમાં દાખલ; અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…
INDIA

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

May 18, 2026
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

May 18, 2026
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
Next Post
જામનગરમાં 31મી ડિસેમ્બરની રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ : દારૂનો નશો કરનારા 16 પકડાયા,…

જામનગરમાં 31મી ડિસેમ્બરની રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ : દારૂનો નશો કરનારા 16 પકડાયા,...

દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઑગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરુઆત | Railways Minister…

દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઑગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરુઆત | Railways Minister...

ગુજરાતમાં 2010, 2017, 2022 બેચના વધુ 29 IASને અપાઈ બઢતી, જુઓ યાદી | 2010 2017 2022 Batches 29 IAS Of…

ગુજરાતમાં 2010, 2017, 2022 બેચના વધુ 29 IASને અપાઈ બઢતી, જુઓ યાદી | 2010 2017 2022 Batches 29 IAS Of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોન વૃદ્ધિ દર ત્રણ વર્ષમાં સૌથી ઓછો | Loan growth rate lowest in three years

લોન વૃદ્ધિ દર ત્રણ વર્ષમાં સૌથી ઓછો | Loan growth rate lowest in three years

11 months ago
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર | Mulayam’s son Pratik dies of…

મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર | Mulayam’s son Pratik dies of…

4 days ago
અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

અઠવાડિયું વીત્યું છતાં સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી હજુ અનિર્ણિત | Seventh Day…

9 months ago
SBI હરાજીનું ગોલ્ડ ૧૦ ટકા સસ્તા દરની લાલચ આપી છેતરપિંડી | SBI auction gold scam with 10% cheaper rat…

SBI હરાજીનું ગોલ્ડ ૧૦ ટકા સસ્તા દરની લાલચ આપી છેતરપિંડી | SBI auction gold scam with 10% cheaper rat…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News