gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં એકલા રહેતા યુવકની લોહીથી લથબથ લાશ મળી આવી | Blood soaked body of a young man living alone …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નોટબુક પરના લખાણ પરથી બનાવ આપઘાતનો હોવાની શકયતા

લાશ નજીકથી કિચન નાઈફ મળી આવી, જેના પોતાના શરીર ઉપર ઘા ઝીંકી જિંદગી ટૂંકાવ્યાની શકયતા

રાજકોટ: ભોમેશ્વર પ્લોટ શેરી નં.૮માં આવેલા બાબજી એવન્યુ બિલ્ડિંગના ચોથા માળે આવેલા ફલેટમાં એકલાં રહેતાં અબ્બાસ યુસુફભાઈ મર્ચન્ટ (ઉ.વ.૪૦)ની આજે બપોરે તેના એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલા ટેરેસ પરથી કોહવાઈ ગયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તે સાથે જ બનાવ હત્યાનો હોવાની શંકા પરથી ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ દોડી ગઈ હતી. જોકે પ્રાથમિક તપાસના અંતે બનાવ આત્મહત્યાના હોવાના તારણ પર પોલીસ પહોંચી છે. 

આમ છતાં આ રીતે કોઈ છરીના ઘા ઝીંકી આત્મહત્યા કરી લે તે બાબત પોલીસને વિચિત્ર લાગી રહી છે. કારણ કે આ રીતે આત્મહત્યાના કિસ્સા બહુ બનતા નથી. પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અબ્બાસના માતા-પિતા હયાત નથી. તેની એક બહેન શમીનાબેન તાહેરભાઈ ભગત  માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટીમાં રહે છે. બીજા બહેન મારીયાબેન પુનામાં રહે છે. છેલ્લા ત્રણેક દિવસથી શમીનાબેન ભાઈ અબ્બાસને કોલ કરતાં હતા. પરંતુ સંપર્ક થતો ન હતો. 

જેથી આજે બપોરે તેના ફલેટે પહોંચ્યા હતા. દરવાજો ખુલ્લો હોવાથી અંદર જઈ જોયું તો અબ્બાસ જોવા મળ્યો ન હતો. વધૂ તપાસમાં ટેરેસ પરથી તેની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે કોહવાઈ ગઈ હતી. જે જોતાં ત્રણ-ચાર દિવસ પહેલાં મોત થયાની શકયતા ઉભી થઈ હતી. 

લાશ પાસેથી કિચન નાઈફ પણ મળી આવ્યું હતું. અબ્બાસના શરીર ઉપર છરીના ઘાના દસેક નિશાન જોવા મળ્યા હતા. જેને કારણે બનાવ હત્યાનો હોવાની શંકા જતાં ક્રાઈમ બ્રાંચની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. જોકે જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ-તેમ બનાવ આત્મહત્યાના હોવાના તારણ પર પોલીસ પહોંચી હતી. 

ફલેટમાંથી નોટબુકના પાના ઉપર અબ્બાસે લખેલી કેટલીક માહિતીના કારણે બનાવ આત્મહત્યાનો હોવાનું તારણ નીકળ્યું છે. જેમાં તેણે જીવનથી કંટાળી ગયાનું અને તેની મિલકત બંને બહેનોને આપી દેવાનું લખ્યું છે. આ લખાણ પરથી તે ખુબજ નાસીપાસ થયાનું પણ જણાયું હતું. 

સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયો હતો. અપરિણત અબ્બાસ અગાઉ ઢેબર રોડ પર દરજીની દૂકાન ધરાવતો હતો. હાલમાં કોઈ કામધંધો કરતો નહીં. પત્રકાર સોસાયટીમાં તેની એક દૂકાન હતી. જેના ભાડાથી ગુજરાન ચલાવતો હતો. હાલમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. 

– સ્યૂસાઈડના વીડિયો જોયાનું મોબાઈલ પરથી ખૂલ્યું

રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એસ.આર. મેઘાણીએ જણાવ્યું કે અબ્બાસના મોબાઈલની હિસ્ટ્રી પરથી તેણે સ્યૂસાઈડના વીડિયો જોયાનું જણાયું છે. એટલું જ નહીં તેણે સ્યૂસાઈડ, સ્યૂસાઈડ કઈ રીતે ન લાગે તે અંગેના વીડિયો પણ જોયા છે. ટૂંકમાં તેણે પોતાનો આપઘાત ખરેખર આપઘાત ન લાગે અને હત્યાનો બનાવ લાગે તે પ્રકારના વીડિયો જોયા છે. તેની પાછળનું કારણ એવું જણાય છે કે કદાચ  સ્યૂસાઈડને  પાપ ગણાતું હોવાથી આ પ્રકારના વીડિયો જોયા હશે.  તેણે મોબાઈલમાં કઈ-કઈ માહિતી સર્ચ કરી હતી, કયા પ્રકારના વીડિયો જોયા હતા તે અંગે તપાસ જારી રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા પાસેથી 168 અબજ ડોલરનું ક્રૂડ ખરીદ્યુ

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike…

તાલાલા નજીક બાઈક-રિક્ષાને ટ્રકચાલકે ફંગોળ્યાઃ કાકા-ભત્રીજા સહિત ત્રણનાં મોત | Truck driver rams bike...

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

7 months ago
PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-‘તેમને આશરો આપ્યો હતો’ | Who Was Ja…

PM મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ, કહ્યું,-‘તેમને આશરો આપ્યો હતો’ | Who Was Ja…

7 months ago
વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

7 months ago
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News