gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર | us ready to give india access to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-India Venezuela oil deal 2026: રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે એક મહત્ત્વનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે, એક નવા ‘કંટ્રોલ્ડ ફ્રેમવર્ક’ હેઠળ ભારત વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદી શકશે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયંત્રણ હેઠળ રહેશે.

અમેરિકાની દેખરેખ હેઠળ થશે ‘ઓઇલ ટ્રેડ’

અમેરિકાના ઊર્જા મંત્રી ક્રિસ્ટોફર રાઇટે વેનેઝુએલાના ઓઇલ ટ્રેડ અંગેની નવી નીતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, વેનેઝુએલાનું ઓઇલ હવે ફરીથી વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાના કડક નિયમો અને દેખરેખ હેઠળ રહેશે. આ નવી વ્યવસ્થા મુજબ, ઓઇલના વેચાણથી પ્રાપ્ત થતી તમામ આવક અમેરિકા નિયંત્રણમાં રહેશે, જેથી નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ અંકુશ રાખી શકાય.’ 

અમેરિકાના ઊર્જા મંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘આ ભંડોળનો મુખ્ય હેતુ વેનેઝુએલામાં ભ્રષ્ટાચાર અટકાવવાનો છે, અમેરિકા સુનિશ્ચિત કરશે કે આ પૈસા ત્યાંની સરકારને બદલે સીધા સામાન્ય જનતાના કલ્યાણ અને પાયાની જરૂરિયાતો માટે વાપરવામાં આવે. આ ફ્રેમવર્કનું પાલન કરાવવા માટે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ પણ જહાજ આ નિર્ધારિત નિયમોની બહાર જઈને ઓઇલનું પરિવહન કરશે, તો તેની સામે જપ્તી અને લશ્કરી કાર્યવાહી જેવા આકરાં પગલાં લેવામાં આવશે.’

રશિયા અને ગલ્ફ દેશો પર ભારતની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે

ભારત અને વેનેઝુએલા વચ્ચે ઓઇલ ટ્રેડનું પુનઃસ્થાપન ભારતની ઊર્જા સુરક્ષા માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થશે. સૌ પ્રથમ, ભારતની ઘણી અદ્યતન રિફાઇનરીઓ વેનેઝુએલાના હેવી ક્રૂડ ઓઇલને શુદ્ધ કરવા માટે ખાસ ટૅક્નોલૉજીથી સજ્જ છે, જે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે. બીજું, વેનેઝુએલા પાસેથી ઓઇલની આયાત થવાથી રશિયા અને ગલ્ફ દેશો પરની ભારતની નિર્ભરતા ઘટશે, જેનાથી ઊર્જા સ્ત્રોતોમાં વિવિધતા આવશે અને ભારતને આર્થિક રીતે સસ્તો તેમજ મજબૂત વિકલ્પ મળશે. 

આ પણ વાંચો: મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો

ભારત દુનિયામાં ઓઇલનો વપરાશ કરતો સૌથી ઝડપથી વિકસતો દેશ છે, જેનો અર્થ છે કે આપણી પેટ્રોલ-ડીઝલની જરૂરિયાત સતત વધી રહી છે. બીજી તરફ, વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલનો ભંડાર છે. જો ભારત વેનેઝુએલા પાસેથી ફરી તેલ ખરીદવાનું શરુ કરે, તો લાંબા સમય સુધી આપણી ઊર્જાની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે તેમ છે. આ ભાગીદારીથી ભારતને તેની જરૂરિયાતનું ઓઇલ તો મળશે જ, સાથે સાથે કોઈ એક જ દેશ પર નિર્ભર પણ રહેવું નહીં પડે, જે આપણી સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે ખૂબ જ ફાયદાકારક છે.

3થી 5 કરોડ બેરલ ઓઇલના વેચાણની તૈયારી

અમેરિકા હાલમાં વેનેઝુએલામાં સ્ટોરેજમાં રહેલા 30 મિલિયનથી 50 મિલિયન બેરલ ઓઇલને બજારમાં લાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જ ઉત્પાદન વધારવા માટે જરૂરી સ્પેરપાર્ટ્સ અને સાધનોની આયાતની પણ મંજૂરી આપવામાં આવશે.

BIG NEWS | વેનેઝુએલાથી ઓઇલ ખરીદશે ભારત? વ્હાઇટ હાઉસે આપી મોટી ઓફર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…
INDIA

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

February 9, 2026
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…
INDIA

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

February 9, 2026
દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…
INDIA

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

February 9, 2026
Next Post
વડોદરામાં રહેણાંકની પરવાનગી બાદ દુકાનો બનાવી વ્યાપાર કરનારા સામે કાર્યવાહી : કારેલીબાગ, ગોરવાની 10 દ…

વડોદરામાં રહેણાંકની પરવાનગી બાદ દુકાનો બનાવી વ્યાપાર કરનારા સામે કાર્યવાહી : કારેલીબાગ, ગોરવાની 10 દ...

મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan ...

ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર…

ગાંધીનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો ખુલાસો: દરરોજ સરેરાશ 25 નવા કેસ, કોંગ્રેસે ‘ટ્રિપલ એન્જિન’ સરકાર પર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

6 months ago
ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદ | Two accused caught with huge quantity of h…

ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદ | Two accused caught with huge quantity of h…

5 months ago
પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન | Renowned …

4 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News