gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in INDIA
0 0
0
ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીના લિકર કૌભાંડના રૂ. 45 કરોડ આઇ-પેક સુધી પહોંચ્યાનો આરોપ

– ઇડીની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી ટળી, કોર્ટરૂમમાં ટીએમસી સમર્થકો સહિતનાની ભારે ભીડથી જજ નારાજ

– મમતાએ ઇડીના અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાવી, મુખ્યમંત્રી સામે સીબીઆઇ તપાસની ઇડીની માગ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય એજન્સી ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનરજી બન્ને સામસામે આવી ગયા છે. મમતાના પક્ષ ટીએમસી માટે કામ કરતી કંપની આઇ-પેકની ઓફિસે ઇડી દરોડા પાડી રહી હતી તે સમયે જ મુખ્યમંત્રી મમતા ત્રાટક્યા હતા અને પાર્ટીના દસ્તાવેજો લઇને બહાર નીકળી ગયા હતા. આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જોકે શુક્રવારે કોર્ટરૂમમાં ભારે ભીડને કારણે ન્યાયાધીશે સુનાવણી જ ટાળી દીધી હતી. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ કોલકાતામાં ઇડીની કાર્યવાહી, ભાજપ સામે મોટી રેલી કાઢી હતી. 

વિવિધ રાજકીય પક્ષોને ચૂંટણી જીતવામાં મદદ કરવાનું કામ કરતી પોલિટિકલ કન્સલટન્સી કંપની આઇ-પેકે ગોવામાં આમ આદમી પાર્ટીના  ચૂંટણી પ્રચાર વગેરેની કામગીરી સંભાળી હતી, આમ આદમી પાર્ટીના દિલ્હીના લીકર કૌભાંડના નાણા ગોવામાં વપરાયા હતા, જેની રકમ આશરે ૪૫ કરોડ રૂપિયા છે, આ તમામ આરોપો સાથે કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ હાલમાં બંગાળમાં મમતા બેનર્જીના પક્ષ ટીએમસી માટે કામ કરતી આ જ આઇ-પેક કંપનીની ઓફિસે દરોડા પાડયા હતા. જોકે દરોડા દરમિયાન ભારે વિવાદ થયો હતો. 

ઇડી દરોડા પાડી રહી હતી ત્યારે જ મુખ્યમંત્રી મમતા બેનરજી દરોડા સ્થળે પહોંચી ગયા હતા અને વિવિધ ફાઇલો તેમજ પેનડ્રાઇવ વગેરે લઇને જતા રહ્યા હતા. મમતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઇડીનો ઉપયોગ કરીને અમારા પક્ષ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ની ચૂંટણીની સ્ટ્રેટેજી વગેરે સહિતની તમામ માહિતી ચોરવા માગે છે, આ ચોરી કરવા ભાજપે ઇડીના અધિકારીઓને મોકલ્યા છે. આ આરોપો સાથે મમતા બેનરજીએ ઇડીના અધિકારીઓની સામે બે એફઆઇઆર દાખલ કરાવી છે. જ્યારે બીજી તરફ ઇડીના અધિકારીઓ પણ મમતા સામે હાઇકોર્ટ પહોંચ્યા હતા. 

કલકત્તા હાઇકોર્ટમાં ઇડીએ એવી દલીલ કરી હતી કે મમતા બેનર્જીએ ઇડીને પોતાની કામગીરી કરતા અટકાવી છે, એટલુ જ નહીં મમતા બેનર્જી દરોડા સ્થળેથી મહત્વના પુરાવા લઇને જતા રહ્યા. આ સમગ્ર મામલે સીબીઆઇને તપાસ સોંપવામાં આવે. ઇડીની આ અરજી સુનાવણી થાય તે પહેલા જ કોર્ટરૂમમાં ભારે ભીડ એકઠી થઇ હતી, સાથે જ હંગામો કરવામાં આવ્યો હતો. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ શુભ્રા ઘોષે ચેતવણી આપતા કહ્યું હતું કે જો પાંચ મિનિટમાં ભીડ ઓછી કરવામાં ના આવી તો હું સુનાવણી નહીં કરું, જોકે આ ચેતવણીની કોઇ ખાસ અસર ના જણાતા અંતે ન્યાયાધીશ શુભ્રા ઘોષે સુનાવણી મુલતવી રાખી હતી. એવા અહેવાલો છે કે કોર્ટરૂમમાં મોટી સંખ્યામાં ટીએમસી સમર્થકો પહોંચી ગયા હતા. ભીડ એટલી હતી કે કેટલાક વકીલોએ પણ બહાર ઉભા રહેવુ પડયું હતું. 

બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનરજી, ટીએમસીના સાંસદો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરાયા હતા. દિલ્હીમાં ટીએમસીના સાંસદોએ ગૃહ મંત્રાલયની ઓફિસ બહાર ધરણા કર્યા હતા, જોકે તમામ મહુઆ મોઇત્રા, ડેરેક ઓબ્રિએન સહિતના સાંસદોને સ્થળેથી હટાવવા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરાઇ હતી, જે ટિંગાટોળી કરીને તેમને ઉઠાવીને વેનમાં લઇ ગઇ હતી. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજીએ કલકત્તામાં ઇડીની કાર્યવાહી અને ભાજપની વિરુદ્ધમાં રેલી કાઢી હતી. હાલમાં ઇડીના આ દરોડા અને તેમાં મમતા બેનરજીની દખલને કારણે ભારે ઠંડીમાં પણ બંગાળના રાજકારણમાં ગરમાહટ આવી ગઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa…

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa...

છત્તીસગઢનાં દંતેવાડામાં ૬૩ નકસલીઓનું આત્મસમર્પણ | 63 naxalist surrender in chatisgarh

છત્તીસગઢનાં દંતેવાડામાં ૬૩ નકસલીઓનું આત્મસમર્પણ | 63 naxalist surrender in chatisgarh

80 ફૂટ રોડ પર શાક માર્કેટના કારણે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની | Traffic jam problem becomes perman…

80 ફૂટ રોડ પર શાક માર્કેટના કારણે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની | Traffic jam problem becomes perman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

5 months ago
VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

1 month ago
ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

8 months ago
ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News